આધારકાર્ડને ઓનલાઈન અપડેટ કરવા ફી નહિં લેવાય

16 March 2023 11:33 AM
India Technology Top News
  • આધારકાર્ડને ઓનલાઈન અપડેટ કરવા ફી નહિં લેવાય

નવી દિલ્હી તા.16 : યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડીયા (UIDAI)એ આધાર પોર્ટલ પર ડોકયુમેન્ટ ડિટેલ અપડેટ કરવા માટે લેવાતી રૂા.50 ની ફી નહિ લેવાનો નિર્ણય કર્યો છે.ઈલેકટ્રોનિકસ અને આઈટી મંત્રાલયે જણાવ્યું હતું કે ફ્રી સર્વીસ ત્રણ મહિના એટલે કે 15 માર્ચથી 14 જુન સુધી અમલી રહેશે.જોકે, માય આધાર પોર્ટલ પર ફેરફાર કરાવનાર પાસેથી જ ફી નહિ લેવાય.

આધાર સેન્ટર પર રૂબરૂ જઈને અપડેટ કરાવનાર પાસેથી રૂા.50 નો ચાર્જ યથાવત રહેશે.નામ, જન્મ તારીખ, સરનામુ વિગેરે વિગતો બદલવા નાગરીકો રેગ્યુરર અપડેટ સર્વીસનો ઉપયોગ લઈ શકશે અથવા નજીકનાં આધાર કેન્દ્રનાં જવાનું રહેશે.જોકે કોન્ટેકટ નંબર બદલવો હશે તો આધાર કેન્દ્રમાં જ જવાનું રહેશે અને રૂા.50 ચુકવવા પડશે. જે લોકોએ છેલ્લા 10 વર્ષમાં આધાર કાર્ડમાં કોઈ ફેરફાર નથી કર્યો તેમને પોતાનું આધારકાર્ડ અપડેટ કરવા ઞઈંઉઅઈં દ્વારા પ્રોત્સાહીત કરાઈ રહ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement