નવી દિલ્હી તા.16 : આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સની દુનિયામાં ખળભળાટ મચાવનાર રોબોટ ચેટ જીટીપીનું અગાઉથી વધુ સ્માર્ટ અને શકિતશાળીરૂપ બહાર આવ્યું છે. એને બનાવનારી કંપની ઓપનએઆઈએ નવા રૂપને જીપીટી-4 નામ આપ્યું છે. કંપનીનું કહેવુ છે કે તે મસાલા અને શાકભાજીનાં ફોટો જોઈને રેસીપી સુઝાડે છે. કંપનીનું કહેવુ છે
કે તે પહેલાથી વધુ સ્પષ્ટ અને બહેતરીન જવાબ આપે છે. ખાસ વાત એ છે કે તે ટેકસ્ટની સાથે સાથે ફોટોથી પણ કન્ટેન્ટ બનાવી શકે છે. અર્થાત આપને જે કન્ટેન્ટ જોઈએ તેને આપની નોટબુક પર ડ્રો કરો અને તેનો ફોટો જીટીપી-4 પર અપલોડ કરો તો આ ફોટો જોઈને જવાબ આપી શકે છે. મતલબ તેની સામે મસાલા અને શાકભાજીનાં ફોટા લાવો તે બહેતર રેસીપી સુઝાડે છે સાથે સાથે કેપ્શન અને ડિસ્ટ્રીક્રિપ્શન પણ લખી શકે છે. ઓબીએઆઈના પ્રેસીડેન્ટે જણાવ્યું હતું કે તે કોઈ સાધારણ વેબ સાઈટનો ફોટો ખેંચીને તેના આધારે અસલ વેબસાઈટ બનાવી શકે છે.
તે લોકોના ટેકસ ગણતરીમાં પણ મદદ કરી શકે છે. તે 25 હજાર શબ્દોને પ્રોસેસ કરી શકે છે. મતલબ પહેલાની તુલનામાં ચાર જીટીપી-4 આઠ ગણી વધુ ટેકસ્ટ હેન્ડલ કરી શકે છે. કંપનીનો દાવો છે કે ચેટ જીટીપી-4 કોઈ ટેસ્ટમાં માણસથી પણ વધુ સારૂ પ્રદર્શન કરે છે.જેમ કે રીડીંગ એકઝામમાં તેણે 93 પર્સેન્ટાઈલ અને મેથ્સમાં 89 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.