(ગની કુંભાર) ભચાઉ તા.16
ભચાઉ ટ્રાફિક પોલીસ ફરજ દરમિયાન કામગીરી કરતા સમય માનસિક બીમાર યુવાન નજરે ચડતાં ટ્રાફિક પોલીસ હેંડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિહ મહીપતસિહ જાડેજા ટ્રાફિક કોન્સ્ટેબલ ગણેશાભાઈ ચોધરી હરેન્દ્રસિહ એ દયારામ ભાઈને ફોનમાં જાણકરી આપી હતી રખડતાં બે માનસિક બીમાર યુવાન સવારથી રાત્રે સુધીની જહેમત બાદ પોલીસ સ્ટેશન માં વેરીફીકેશ કરાવી અપના ઘર આશ્રમમાં દાખલ કરવામાં આવ્યા.
આ સેવા કાર્ય મા પત્રકાર ગની કુંભાર જગદીશ પરમાર કાનજી રાઠોડ રમઝુ પરીટ તેમજ નગરપાલિકા એમ્બ્યુલન્સ ડ્રાઇવર સાથે રહીને દયારામ મારાજને માનવંતા કાર્ય મા સહભાગી બન્યા હતા દયારામ મહારાજ તેઓ રસ્તે રઝડતાં નિરાધાર માનસિક બીમાર સ્ત્રી પુરુષ ને જુએ એટલે તેમની સેવા કરવી.અને આશ્રમોમાં પહોંચાડવા તેમનો સહજ સ્વભાવ છે.
અને આશ્ર્ચર્ય ની વાતતો એ છે કે ગમે તેટલો તોફાની પાગલ હોય . આમ થી તેમ ભટકતો હોય કોઈનું કહ્યું ન માનતો હોય. તે દયારામ મહારાજના પ્રેમાળ સ્પર્શ અને આંખો ના નિખાલસ ભાવથી તેમને વશ થઈ જાય છે.