કેમ્પા કોલા ઇફેકટ : કોકાકોલાના 200 એમએલના ભાવ રૂા.પાંચ ઘટયા

16 March 2023 05:02 PM
Business
  • કેમ્પા કોલા ઇફેકટ : કોકાકોલાના 200 એમએલના ભાવ રૂા.પાંચ ઘટયા

ભારતના કોલા બજારમાં મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ રીટેલના પ્રવેશથી જબરી અફડાતફડી સર્જાવાની ધારણા છે અને પ્રથમ વખત તેની અસર મલ્ટીનેશનલ કંપનીઓને પણ પડશે. ભારતમાં એક તરફી બિઝનેસ કરી રહેલી કોકાકોલા અને પેપ્સી કંપની માટે હવે જબરી સ્પર્ધા સર્જાવાનો સંકેત છે. કોલાકોલાએ રિલાયન્સની કેમ્પા કોલાની સામે તેની 200 એમએલની બોટલના ભાવમાં પાંચનો ઘટાડો કર્યો છે.

એક તરફ ઉનાળામાં સોફટડ્રીંકની ડિમાન્ડ વધે તેવી શકયતા છે. તે સમયે જ માર્કેટમાં સ્પર્ધા પણ સર્જાશે તેવું માનવામાં આવે છે. મુકેશ અંબાણીની કંપનીએ એક સમયે ભારતમાં લોકપ્રિય બનેલી કેમ્પા કોલા બ્રાન્ડને ખરીદી લીધી છે અને ટુંક સમયમાં માર્કેટમાં ધુમ મચાવશે તેવો સંકેત છે. હવે પેપ્સી તેની સામે કઇ રીતે વ્યુહ અપનાવે છે તેના પર સૌની નજર છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના રીપોર્ટ મુજબ બોટલ જે 15 રૂપિયામાં મળતી હતી તે તેલંગણા, મધ્યપ્રદેશમાં રૂા.10માં મળે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement