અદાણી બાદ હવે રિલાયન્સના શેરમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી થઇ રહેલા ઘટાડા બાદ તેનું માર્કેટ કેપ હવે પ્રથમ વખત રૂા.15 લાખ કરોડથી નીચે ગયું છે. રિલાયન્સનો શેર પર સપ્તાહની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે તે છેલ્લે 8 માર્ચ 2022ના રૂા.2181 (ઇન્ટ્રા ડે ટ્રેડીંગ) નોંધાયો હતો. જે ગઇકાલે રૂા.2207.35 નોંધાયો છે અને તેના કારણે આજે તેનું માર્કેટ કેપ 14.94 લાખ કરોડ થયું છે.