ગોંડલ, તા. 17 : દેને કો ટુકડા ભલા લેને કો હરિ કા નામ આ સૂત્ર ને જીવન મંત્ર બનવી અને વર્ષો થી માનવસેવા એજ પ્રભુ સેવા ની જ્યોત પ્રગટાવી સતત પ્રજવલિત રાખનાર ગુરૂૂદેવશ્રી હરિચરણદાસજી મહારાજની પ્રથમ પુણ્યતિથિ એ મહા રક્તદાન કેમ્પ, ધ્યાન મંદિર નું અનાવરણ, રામ ચરિત માણસ પાઠ, સંત ભોજન - ભંડારા સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને રામ નવમી ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે.
મહામંડલેશ્વર 1008 શ્રી હરિચરણદાસજી મહારાજના સાકેતવાસ ફાગણ વદ-11ને એક વર્ષ પૂર્ણ થતા આગામી તા. 18 માર્ચ ના રોજ તેમની પુણ્યતિથિ નિમિતે તા. 17 ના રોજ સવારે 7 વાગ્યા થી શ્રી રામ ચરિત માનસજી ના અખંડ સમૂહ પાઠ તા.18 ના સવારે 7 વાગ્યા સુધી ચાલશે ત્યાર બાદ રામ અર્ચના પૂજન. સવારે 10 કલાકે ગુરૂદેવશ્રી હરિચરણદાસજી મહારાજ ના ધ્યાન મંદિર નું અનાવરણ અને પાદુકા પૂજન ગોંડલ ના યુવરાજ કુમારસાહેબ શ્રી જ્યોતિર્મયસિંહજી ઓફ ગોંડલ (હવા મહેલ) દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ સવારે 9 થી 5 મહા રક્તદાન કેમ્પ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે યોજાશે.
આ તકે વીરપુર જલારામ મંદિર ના ગાદીપતિ પ.પૂ. રઘુરામબાપા, પ.પૂ. રાઘવાચાર્યજી મહારાજ( રેવાસા પીઠાધીશ), પ.પૂ. શ્રી ડો. રામેશ્વેરદાસજી મહારાજ (ઋષિકેશ) પ.પૂ. ઘનશ્યામજી મહારાજ (ભુવનેશ્વરી પીઠ, ગોંડલ) પણ ઉપસ્થિત રહેશે. જેમાં સાધુ સંતો, બ્રહ્મ ભોજન-અને સમવિષ્ટ ભંડારો યોજાશે જેમાં મોટી સંખ્યામાં ગુરુભાઈઓ બહેનો ઉપસ્થિત રહેવા રામજી મંદિરના મહંતશ્રી જયરામદાસજી બાપુ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.
રામનવમી
શ્રી હરિચરણદાસજી મહારાજનો 101મો પ્રાગટ્ય દિવસ ધામેધૂમે ઉજવાશે. 10 દિવસીય રામનવમી કાર્યક્રમની ભવ્યાતિ ભવ્ય તૈયારી થઇ રહી છે. ગુરૂભાઈઓમાં અનેરો થનગનાટ વ્યાપેલ છે.
દરરોજ હજરો ભક્તો સાધુ સંતો પ્રસાદ લેશે
સદગુરૂદેવ ભગવાન રણછોડદાસજી મહારાજની પ્રેરણા અને ગુરૂદેવશ્રી પૂ.હરિચરણદાસજી મહારાજ અનન્ય આશીર્વાદ થી પરમ પૂજ્ય મહંત શ્રી જયરામદાસજી મહારાજની અધ્યક્ષતામાં અત્રે ના સુપ્રસિદ્ધ રામજી મંદિર ગોંડલ ખાતે રામનવમી કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં તા. 22 માર્ચ ને બુધવારે ચૈત્ર સુદ-1 થી કળશ સ્થાપના, શ્રી રામ ચરિત માનસજી ના પાઠ, રામજન્મોત્સવ,
શ્રી રામ વિવાહ ચૈત્ર સુદ-6ને 27મી માર્ચે પ્રાત: સ્મરણીય ગુરુદેવશ્રી હરિચરણદાસજી મહારાજનો 101 મી જન્મજયંતિ રંગે ચંગે ઉજવણી કરવામાં આવશે 30મી માર્ચે શ્રી રામયજ્ઞ અને રામજન્મોત્સવ 3 એપ્રિલે સદગુરુદેવ ભગવાનશ્રી રણછોડદાસજી મહારાજ પુણ્યતિથિ નિમિતે સમવિષ્ટ ભંડારો તેમજ 6 એપ્રિલે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે આ તકે સંત-મહંત, મહાનુભાવો, સમાજ શ્રેષ્ટિઓ, ગુરુભાઈ બહેનોએ આ અમૂલ્ય અવસરમાં મોટી સંખ્યામાં લાભ લેવા પરમ પૂજ્ય મહંત શ્રી જયરામદાસજી મહારાજ અને રામજીમંદિર પરિવાર તરફથી ભાવ ભર્યું આમંત્રણ પાઠવેલ છે.
સેવા અને સાધનાનો પર્યાય : પૂ. હરિચરણદાસજી મહારાજ
પરમ પૂજ્ય સંત સીરોમણી 1008 સદગુરૂદેવ શ્રી હરિચરણદાસજી મહારાજ નો જન્મ આજથી 100 વર્ષ પહેલા બિહાર પ્રદેશમાં મોતીહારી જીલ્લા માં પંજરવા ગામે થયેલ આ ધરતી પર પરમાત્મા નો સંદેશ લઈને જન્મેલા આ અવતારી સિદ્ધ પુરુષ પવિત્ર બ્રામ્હણ કુટુંબ અવતર્યા માતાનું નામ ચંદ્રિકાજી પિતાજી નું નામ શ્રી સહજાનંદ મિશ્ર નાનપણથી જ પવિત્ર સંસ્કારો વચ્ચે ઉછેર થયો-ધર્મના બીજ વવાયા.
ભારતીય સનાતન અને વૈદિક પરંપરાથી શ્રી રામાનંદી વૈષ્ણવ સંપ્રદાય અને અયોધ્યા ના તાપસીજીની છાવણી માં દીક્ષા લઇ મહારાજશ્રી ચિત્રકૂટ પધાર્યા મંદાકિની તટ પર મોટી ગુફામાં સદગુરૂ ભગવાનશ્રી રણછોડદાસજી ના સાનિધ્યમાં એ સમયે છાસ વિતરણ - અન્નક્ષેત્ર - અનાજ કીટ વિતરણ - સાધુ સંતો ની સેવા સાધના અને સેવાની જ્યોત પ્રગટાવી ભુખ્યાને ભોજન અને માનવ સેવાના ના કાર્ય શરુ કર્યાં. અને માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું.
પૂ ગુરુદેવ જીવન યાત્રા ભૂખે કો રોટી બાકી સબ બાતે ખોટીનું સૂત્ર આપ્યું. પ.પુ રણછોડદાસજી મહારાજની આજ્ઞા સ્વીકારી 1955-56માં પુ. ગુરુદેવશ્રી હરિચરણદાસજી મહારાજએ ગોંડલ રામજી મંદિરની જવાબદારી સંભાળી અને એ સમયે પણ તેમના સેવાની સુવાસ અવિરત ચાલુ રાખી સાધુ સંતો ને રોટી - વિશ્રામ મળવા લાગ્યો ભજનનો ભાવ વિસ્તરતો રહ્યો બીજા આશ્રમ સ્થાનો વિકસાવતા રહ્યા. ગોંડલ ઉપરાંત પાંડુકેશ્વર, ઋષિકેશ, ઇન્દોર, કર્ણપ્રયાગ, અયોધ્યા, બનારસ, ગોરા નર્મદા કિનારે આશ્રમો ની સ્થાપન ઓ કરી સાધના-ભજન-માનવ સેવા યજ્ઞો વિસ્તરતા રહ્યા.
પૂ ગુરુદેવ અંતિમ દર્શન - વિશાળ પાલખી યાત્રા
પૂજ્ય હરિચરણદાસજી મહારાજના બ્રહ્મલિન થયા બાદ તેમની અંતિમ ક્રિયા ઇચ્છાનુસાર ગોરા મુકામે કરવામાં આવેલ હતી. ધૂન મંડળી સાથે ગોંડલથી ગોરા મુકામે અંદાજિત 400 કિમિ ની પાલખીયાત્રા માં હજારો ભક્તો જોડાયા હતા ઠેક ઠેકાણે તેમના અંતિમ દર્શનનો લોકોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
જીવન : પિન્ટુ ભોજાણી, ગોંડલ