પરમ પૂજ્ય સંત સીરોમણી 1008 સદગુરૂદેવ શ્રી હરિચરણદાસજી મહારાજ નો જન્મ આજથી 100 વર્ષ પહેલા બિહાર પ્રદેશમાં મોતીહારી જીલ્લા માં પંજરવા ગામે થયેલ આ ધરતી પર પરમાત્મા નો સંદેશ લઈને જન્મેલા આ અવતારી સિદ્ધ પુરુષ પવિત્ર બ્રામ્હણ કુટુંબ અવતર્યા માતાનું નામ ચંદ્રિકાજી પિતાજી નું નામ શ્રી સહજાનંદ મિશ્ર નાનપણથી જ પવિત્ર સંસ્કારો વચ્ચે ઉછેર થયો-ધર્મના બીજ વવાયા.
ભારતીય સનાતન અને વૈદિક પરંપરાથી શ્રી રામાનંદી વૈષ્ણવ સંપ્રદાય અને અયોધ્યા ના તાપસીજીની છાવણી માં દીક્ષા લઇ મહારાજશ્રી ચિત્રકૂટ પધાર્યા મંદાકિની તટ પર મોટી ગુફામાં સદગુરૂ ભગવાનશ્રી રણછોડદાસજી ના સાનિધ્યમાં એ સમયે છાસ વિતરણ - અન્નક્ષેત્ર - અનાજ કીટ વિતરણ - સાધુ સંતો ની સેવા સાધના અને સેવાની જ્યોત પ્રગટાવી ભુખ્યાને ભોજન અને માનવ સેવાના ના કાર્ય શરુ કર્યાં. અને માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું.
પૂ ગુરુદેવ જીવન યાત્રા ભૂખે કો રોટી બાકી સબ બાતે ખોટીનું સૂત્ર આપ્યું. પ.પુ રણછોડદાસજી મહારાજની આજ્ઞા સ્વીકારી 1955-56માં પુ. ગુરુદેવશ્રી હરિચરણદાસજી મહારાજએ ગોંડલ રામજી મંદિરની જવાબદારી સંભાળી અને એ સમયે પણ તેમના સેવાની સુવાસ અવિરત ચાલુ રાખી સાધુ સંતો ને રોટી - વિશ્રામ મળવા લાગ્યો ભજનનો ભાવ વિસ્તરતો રહ્યો બીજા આશ્રમ સ્થાનો વિકસાવતા રહ્યા. ગોંડલ ઉપરાંત પાંડુકેશ્વર, ઋષિકેશ, ઇન્દોર, કર્ણપ્રયાગ, અયોધ્યા, બનારસ, ગોરા નર્મદા કિનારે આશ્રમો ની સ્થાપન ઓ કરી સાધના-ભજન-માનવ સેવા યજ્ઞો વિસ્તરતા રહ્યા.
પૂ ગુરુદેવ અંતિમ દર્શન - વિશાળ પાલખી યાત્રા
પૂજ્ય હરિચરણદાસજી મહારાજના બ્રહ્મલિન થયા બાદ તેમની અંતિમ ક્રિયા ઇચ્છાનુસાર ગોરા મુકામે કરવામાં આવેલ હતી. ધૂન મંડળી સાથે ગોંડલથી ગોરા મુકામે અંદાજિત 400 કિમિ ની પાલખીયાત્રા માં હજારો ભક્તો જોડાયા હતા ઠેક ઠેકાણે તેમના અંતિમ દર્શનનો લોકોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
જીવન : પિન્ટુ ભોજાણી, ગોંડલ