નવી દિલ્હી તા.17
નવી દિલ્હી વારાણસી વચ્ચે નવી વંદે ભારત ટ્રેન શરૂ કરાશે જે બુલેટ ટ્રેન શરૂ કરાશે જે બુલેટ ટ્રેનથી વધુ ઝડપે દોડશે. ઉતર રેલવેએ પદે ભારત 2.0 ના નવા રેકને પાટા પર ઉતારવાની તૈયારી કરી લીધી છે. પહેલા નવી દિલ્હીથી વારાણસી વચ્ચે આ ટ્રેન ચલાવવા પર મંથન થઈ રહ્યું છે.
દાવો છે કે, ભારત ટ્રેનને નવો રેક આધુનિક ટેકનીકથી સજજ છે. જે ગતિ પકડવાના મામલામાં બુલેટ ટ્રેન કરતા પણ ઝડપી છે. વંદે ભારત ટ્રેનનાં નવા અપગ્રેડેડ વર્ઝનનાં રેક તૈયાર કરાયા છે.તેમાં આરામદાયક અને 180 ડીગ્રી સુધી ફરનારી ખુરશીઓ, ઈમરજન્સી ટોક-બેક યુનિટ ઈન્ફર્મેશન અને ઈન્ફોટેન્મેન્ટ સીસ્ટમ સહીત અનેક આધૂનિક સુવિધા ઉપલબ્ધ છે.
આ ટ્રેન બાવન સેકન્ડમાં ઝીરોથી 100 કિલો મીટર દુર કલાકની ગતિ પકડી છે. જયારે બુલેટ ટ્રેન 57 સેકન્ડ લે છે આ ટ્રેનમાં સફર કરનાર યાત્રીઓને આંચકા નહિં લાગે.વંદે ભારતના નવા રેકને નવી દિલ્હીથી વારાણસી વચ્ચે 20 માર્ચે શરૂ કરાશે.