નવી દિલ્હી, તા. 17
ભારતમાં નવી ટેકનોલોજીમાં 5-જી સેવાનો પ્રારંભ કદાચ અમેરિકાથી ઘણો વિલંબમાં થયો છે પરંતુ વર્ષના અંતે 5-જી રોલઆઉટ કરવામાં ભારત અમેરિકાને પાછળ રાખી દેશે.
વિશ્વમાં ટેલીકોમ ઇકવીપમેન્ટ પૂરા પાડવા માટે જાણીતી ટેલીકોમ કંપની એરીકશનના સીઇઓ બોર્જે એલ્કોહામે એક મુલાકાતમાં જણાવ્યું કે, રિલાયન્સ જિયો અને ભારતી એરટેલની સેવા વર્ષના અંતે સમગ્ર ભારતમાં શરૂ થઇ જશે.
4-જી સેવા જે ભારતમાં શરૂ થઇ તે કરતા 5-જી સેવા માટે ટેકનોલોજી અપગ્રેડેશનમાં ભારત ઝડપી બન્યું હતું અને જે રીતે 5-જી ટ્રાફિક વધી રહ્યો છે તે જોતા ભારતના ડેટા યુઝર્સ જે પ્રતિમાસ 20 ગીગાબાઇટની સામે 25 ગીગાબાઇટનો ઉપયોગ કરશે તેવું માનવામાં આવે છે.