‘નાટુ નાટુ’ના સ્ટેપ્સ હું કરૂ તો મને હાર્ટએટેક આવી જાય! સૈફઅલીખાન

17 March 2023 12:14 PM
Entertainment India
  • ‘નાટુ નાટુ’ના સ્ટેપ્સ હું કરૂ તો મને હાર્ટએટેક આવી જાય! સૈફઅલીખાન

આરઆરના નાટુ નાટુ ગીતને ઓસ્કાર મળતાં સૈફઅલીખાન ખુશ

મુંબઈ: ઓસ્કારમાં ‘આરઆરઆર’ ફિલ્મના ‘નાટુ નાટુ’ ગીતે એવોર્ડ જીતતા બોલીવુડે પણ તેની ખુબ પ્રસંસા કરી છે.સૈફ અલીખાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ એક મજેદાર છે કે નાટુ નાટુએ ઓસ્કાર એવોર્ડ જીત્યો. શોર્ટ ડોકયુમેન્ટરી ‘ધી એલીફન્ટ વ્હીસ્પર્સે’ પણ ઓસ્કાર જીત્યો તેથી પણ ખુશ છું.

સૈફે ‘નાટુ નાટુ’ની કોરીયોગ્રાફી વિષે પણ પોતાની ઉત્સુકતા વ્યકત કરી અભિપ્રાય આપ્યો હતો. તેણે કહ્યું હતું કે શુ ક્રેઝી સ્ટેપ્સની સાથે ગીતને કોરીયાગ્રાફ કરાયું છે. આ એમેઝીંગ રીતે કરાયું છે.

સાઉથની પાસે આવા ખાસ ડાન્સ સ્ટેપ્સ અને હાફ બીટસ (સંગીતનો એક પ્રકાર છે. જેની સાથે તેઓ કામ કરે છે મને લાગે છે કે જો મે આવુ કર્યુ હોત તો મને હાર્ટએટેક આવી ગયો હોત. ઉલ્લેખનીય છે કે હાલમાં સૈફઅલીખાન આફ્રિકામાં રજાઓ માણી રહ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement