યુનિટ ડીરેકટર તરીકે ભીકડીયા તથા વાઇસ પ્રેસિ. તરીકે રોજેસરાની વરણી

17 March 2023 01:06 PM
Botad
  • યુનિટ ડીરેકટર તરીકે ભીકડીયા તથા વાઇસ પ્રેસિ. તરીકે રોજેસરાની વરણી

બોટાદ, તા. 17
જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ સામાજિક માનવ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આંતર રાષ્ટ્રિય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સંસ્થાના ફાઉન્ડર વાઈસ પ્રેસિડેન્ટ ગ્રીન મેન સી.એલ.ભીકડીયાની જાયન્ટ્સ ફેડરેશન 3/બી મા યુનિટ ડિરેકટર તરીકે વર્ષ 2023 માટે નિમણુંક થયેલ છે.
સી.એલ.ભીકડીયા સતત ત્રણ વર્ષ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના પ્રમુખ તરીકે તથા ફેડરેશન કક્ષા એ વિવિધ હોદા પર ઉત્તમ કામગીરી અનેક એવોર્ડ પ્રાપ્ત કરેલ.તેઓ ગુજરાતના ગૌરવરૂપ મુક્તિધામ ના પ્રણેતા છે અને શહેરની અનેકવિધ સંસ્થા સાથે સંકળાયેલા છે.

જ્યારે કેતન રોજેસરા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના પ્રમુખ તરીકે તથા જાયન્ટ્સ ફેડરેશન કક્ષાએ વિવિધ હોદા પર સેવા બજાવેલ. કેતન રોજેસરા ની જાયન્ટ્સ ફેડરેશન 3/બી વર્ષ - 2023 માં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિમણુંક થયેલ છે. જાયન્ટ્સ ફેડરેશન કક્ષાએ બન્ને સેવાભાવી વ્યક્તિ ની નિમણુંક થતા જાયન્ટ્સ ગ્રૂપ ઓફ બોટાદ નું ગૌરવ અને શાન વધારેલ છે. તેઓની નિમણૂકને આવકારી અનેક શુભેચ્છા સંદેશા મળી રહ્યા છે.(તસ્વીર : રીમલ બગડીયા)


Advertisement
Advertisement