બોટાદ,તા.17
ભારતીય મજદુર સંધના ગુજરાત પ્રદેશ પ્રમુખ તથા ભારતીય મજદુર સંધ સંલગ્ન્ વરિષ્ઠષ નાગરીક પરીસંધના રાષ્ટ્રીય અઘ્યક્ષ ધ્વારા બોટાદ જીલ્લાની મુલાકાત કરવામાં આવી ભારતીય મજદુર સંધ (બી.એમ.એસ)ના ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી સહદેવસિંહ જાડેજા તથા ભારતીય મજદુર સંધ સંલગ્નુ વરિષ્ઠર નાગરીક પરીસંધના રાષ્ટ્રીય અઘ્યક્ષ હસુભાઇ દવે દ્વારા તા.15/03/2023ના રોજ બોટાદ જીલ્લાની મુલાકાત કરવામાં આવેલ.
સદરહું મુલાકાત દરમ્યાન બોટાદ જીલ્લા ના રાણપુર ખાતે આવેલી ટેકસપીન બેરીંગ લીમીટેડ કંપની કે જે કંપનીમાં તૈયાર થતાં બેરીંગ ભારતમાં વપરાશ થવા ઉપરાંત અન્ય દેશોમાં પણ નિકાસ થાય છે. તે કંપનીની મુલાકાત કરવામાં આવેલ. જેમાં ટેકસપીન બેરીંગ લીમી.ના દિપેનભાઇ મકવાણા ધ્વારા જણાવેલ કે કંપનીમાં કામ કરતાં ભારતીય મજદુર સંધ સાથે જોડાયેલ કામદારોના પ્રશ્નો ભારતીય મજદુર સંધની રાષ્ટ્રી હીત ઉધોગહીત તથા શ્રમિકહીતની કાર્યપ્રણાલીને કારણે સંસ્થા અને કામદારોના સંબંધોમાં હંમેશા સુમેળ રહેલો છે.
ત્યારબાદ બોટાદ જીલ્લાના સાળંગપુર ખાતે આવેલ વિશ્વવિખ્યાત કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શન કરી બોટાદ ખાતે આંગણવાડીના બ્હેેનો સાથે મીટીંગ કરવામાં આવેલ. જે મીટીંગમાં સહદેવસિંહ જાડેજા ધ્વારા ધ્વાંરા બી.એમ.એસ. ના કાર્યકાળ કાર્યપદ્ધતિની વિગતો તથા આંગણવાડીના બ્હેનોના તથા આશાવર્કર અને મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના વિવિધ પ્રશ્નો સંબંધે બી.એમ.એસ ધ્વારા કરવામાં આવેલ કાર્યવાહી તથા સફળતાઓની બાબતો અને આવનાર સમય !! સંધે શકિત કલીયુગે !! મુજબ સંગઠીત રહેવું જરૂરી નહી પરંતુ અનિવાર્ય હોવાની બાબતો જણાવેલ.
તેમજ વરિષ્ઠ નાગરિક પરીસંધના રાષ્ટ્રીય અઘ્યક્ષ હસુભાઇ દવે ધ્વારા તેઓની શૈલીમાં આંગણવાડી બ્હેનનોને હકક અને ફરજની બાબત એક સીકકાની બે બાજુ હોવાનું તથા એકમેક સાથે જોડાયેલ હોવાનું જણાવેલ. આ મીટીંગમાં બોટાદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારનાં બ્હેેનોએ હાજરી આપેલ.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન બોટાદ જીલ્લા મજદુર સંધના જીલ્લા મંત્રી સમીરભાઇ એચ.જોશી ધ્વારા કરવામાં આવેલ. તેમજ કાર્યક્રમના અંતે જીલ્લા પ્રમુખ ઉદયરાજ ખાચર ધ્વારા હાજર સહુનો આભાર વ્યકત કરેલ. તેમજ કાર્યક્રમ સંબંધી અન્ય વ્યવસ્થાઓ કારોબારી સભ્ય રાજુભાઇ ડેરૈયા તથા અન્ય કાર્યકર્તાઓ ધ્વારા કરવામાં આવેલ.