(કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટા,તા.17
પાટણવાવ નજીકના ભોળાગામની વાડીમાં પોલીસે દરોડો પાળી રૂ।7935નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ દરોડામાં ઋષિક લાલજી ભાઈ સુદાણી (ઉ.વ.23) નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
આ દરોડાની કાર્યવાહી એલ.સી.બી.શાખાના પો.હેડ.કોન્સ શકિતસિંહ જાડેજા વાસુદેવસિંહ જાડેજા તથા પ્રો.કો.કૌશીકભાઈ જોશી પોલીસ ઈન્ક ખોડેદરા,ડી.જી બડવા સહિતના પોલીસ કાફલો દ્વારા કરવામાં આવી હતી.