બોટાદ પાલિકાએ વેરા વસુલાત માટે 60 નળ કનેકશન તથા 42 મિલ્કતો સીલ કરી: રૂા.5.84 લાખ વસુલ કર્યા

17 March 2023 01:31 PM
Botad
  • બોટાદ પાલિકાએ વેરા વસુલાત માટે 60 નળ કનેકશન તથા 42 મિલ્કતો સીલ કરી: રૂા.5.84 લાખ વસુલ કર્યા
  • બોટાદ પાલિકાએ વેરા વસુલાત માટે 60 નળ કનેકશન તથા 42 મિલ્કતો સીલ કરી: રૂા.5.84 લાખ વસુલ કર્યા

બોટાદ તા.17
બોટાદ નગરપાલિકા દ્વારા વર્ષ 2022-23ના વેરા વસુલાતની ટીમો દ્વારા ડોર ટુ ડોર વસુલાતની કામગીરી ચાલુ છે. જુદા જુદા વિસ્તારોમાં નળ કનેકશન કાપવાની તથા સીલ જપ્તીની કાર્યવાહી કરી નગરપાલિકા દ્વારા રજાના દિવસોમાં પણ વસુલાતની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. તથા સરકારની આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત જુના માંગણા માટે યોજના હેઠળ કરદાતા તેમની મિલકત પેટે તા.1/4 સુધીના અગાઉના જુના માંગણા ભરપાઈ કરે તો વ્યાજ/પેનલ્ટી ફી માફ કરવામાં આવશે.

પાલિકા દ્વારા વેરો ભરપાઈ કરવા જાણ કરવામાં આવેલ છે. બોટાદ પાલિકાએ વેરા વસુલાત માટે 60 નળ કનેકશન તથા 42 મિલકતો સીલ કરી આકરા પગલા ભર્યા છે. તથા રૂા.5.84 લાખ વસુલ કર્યા છે. આ બાબતે આવનાર સમયમાં રહીશો ટેક્ષ 31/3 સુધીમાં નહીં ભરે નગરપાલિકા સીલ/જપ્તી તથા નળ/ગટર કનેકશન કાપવા જેવી કાર્યવાહી હાલ ચાલુ છઉ જેથી વહેલી તકે વેરો ભરપાઈ કરવા બોટાદ નગરપાલિકાના વહીવટદાર તથા ચીફ ઓફીસરની યાદીમાં જણાવવામાં આવેલ છે.


Advertisement
Advertisement
Advertisement