વિનોદ અદાણી એ ગ્રુપની વિવિધ લીસ્ટેડ કંપનીઓના પ્રમોટર: ગૌતમ અદાણી ગ્રુપનો અંતે સ્વીકાર

17 March 2023 02:51 PM
Business India
  • વિનોદ અદાણી એ ગ્રુપની વિવિધ લીસ્ટેડ કંપનીઓના પ્રમોટર: ગૌતમ અદાણી ગ્રુપનો અંતે સ્વીકાર

હિડનબર્ગ રિપોર્ટમાં દર્શાવેલ સંબંધો અંગે લાંબાસમય સુધી ઈન્કાર કર્યા બાદ ગ્રુપે શેરબજાર સમક્ષ સત્ય કબુલ્યુ: નવા ધડાકાની તૈયારી

નવી દિલ્હી તા.17
લાંબા સમયથી વિવાદમાં ફસાયેલા અદાણી ગ્રુપે આખરે સ્વીકાર્યુ છે કે વિનોદ અદાણી એ ગ્રુપની વિવિધ લીસ્ટેડ કંપનીઓના પ્રમોટર્સનો એક હિસ્સો છે. દુબઈ સ્થિત વિનોદ અદાણીથી અગાઉ ભારતમાં ગૌતમ અદાણી ગ્રુપે અંતર કર્યુ હતું. પરંતુ તબકકાવાર જે રીતે વિનોદ અદાણી ગ્રુપ અને ગૌતમ અદાણી ગ્રુપ વચ્ચે અનેક કંપનીઓમાં સંયુક્ત કામગીરીના જે એક પછી એક અહેવાલ આવ્યા બાદ ગઈકાલે અદાણી ગ્રુપે સ્વીકાર્યુ હતું કે વિનોદ અદાણીએ ગૌતમ અદાણીના મોટાભાઈ અને ગ્રુપના એક પ્રમોટર પણ છે.

હિડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં તેમનું નામ પણ ઉછળ્યુ હતું અને તેના સંદર્ભમાં મુંબઈ શેરબજાર અને એનએસઈ એ અદાણી ગ્રુપ પાસે સ્પષ્ટતા માંગી હતી. જેમાં ગૌતમ અદાણી ગ્રુપે સ્વીકાર્યુ કે વિનોદ અદાણી અને ગૌતમ અદાણી નજીકના સંબંધી અને વ્યક્તિગત પ્રમોટર છે જયારે વિનોદ અદાણી એ પ્રમોટર ગ્રુપનો એક ભાગ છે અને તે અદાણી ગ્રુપની વિવિધ લીસ્ટેડ કંપનીઓના પ્રમોટર છે.

હાલમાં જ અદાણી ગ્રુપે જે રીતે અંબુજા સિમેન્ટ અને તેની સબ્સીડરી એસઈસી એ વિદેશી કંપની મારફત ખરીદી તે પછી વિનોદ અદાણી સાથે સીધા સંબંધોની માહિતી જાહેર થઈ હતી. હિડનબર્ગ ગ્રુપે પણ જાન્યુઆરીમાં જણાવ્યું હતું કે અદાણી ગ્રુપે વિદેશમાં કંપનીઓનું જાળુ ઉભુ કરીને તેમના ગ્રુપ કંપનીઓના શેરના ભાવમાં કૃત્રિમ વધારો કરાવીને અને વિદેશમાં કરચોરોના સ્વર્ગ ગણાતા દેશોમાં નાણા મોકલ્યા છે.

ત્યારબાદ અદાણી ગ્રુપ પર સંકટ શરુ થયુ હતું. વિનોદ અદાણીએ યુએઈમાં રહે છે અને હિડનબર્ગ રિપોર્ટે એવું પણ કહ્યું કે, વિદેશમાં અદાણી ગ્રુપે જે કંપનીઓનું જાળુ સર્જયુ છે તેનું સંચાલન વિનોદ અદાણી કરે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement