મુંબઈ તા.17
આ વર્ષે ઓસ્કાર એવોર્ડ સમારોહમાં ભારતની બે ફિલ્મોએ મેદાન માર્યું હતું. જેમાં રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’ એ ‘નાટુ નાટુ’ ગીતમાં સોંગ કેટેગરીમાં જયારે ડોકયુમેન્ટરી કેટેગરીમાં ભારતની ફિલ્મ ‘ધી એલિફન્ટ વ્હીસ્પર્સ’એ ઓસ્કાર જીતી દેશનું ગૌરવ વધાર્યુ છે.
ઓસ્કાર એવોર્ડ જીત્યા બાદ ‘ધી એલિફન્ટ વ્હીસ્પર્સ’ની પ્રોડયુસર ગુનીત મોંગા મુંબઈ એરપોર્ટ પર અમેરિકાથી પહોંચી તો તેનું જોરદાર સ્વાગત થયુ હતું. આ તકે રસપ્રદ ઘટના એ બની કે ગુનિત મોંગાની સાથે સાથે ઓસ્કાર એવોર્ડને પણ કંકુ તિલક કરાયા હતા.
ગુનીતનાં ચહેરા પર ગૌરવથી ભરેલી સ્માઈલ હતી.એરપોર્ટ પર ગુનીતને તિલક લગાવાયું, માળા પહેરાવી હતી અને પત્રકારોએ તેને અનેક સવાલો પણ પૂછયા હતા.
ગુનીતની સાથે સાથે તેના હાથમાં રહેલી ઓસ્કાર એવોર્ડની ટ્રોફીને પણ કંકુ તિલક લગાવી ફુલ અર્પણ કરાયા હતા.
પત્રકારો સાથે વાતચીત કરતાં ગુનીત ઓસ્કાર એવોર્ડમાં જીતનો શ્રેય ડોકયુમેન્ટરી ફિલ્મનાં ડાયરેકટર કાર્તિકેયને આપ્યો હતો તેણે કહ્યું હતું કે અમારી વચ્ચે મોટી કોમ્પીટીશન હતી જેને મલાલા (નોબેલ પ્રાઈઝ વિજેતા)એ પણ સપોર્ટ કર્યા હતા.