નવી દિલ્હી: રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ અને વિપક્ષના અનેક નેતાઓને એક બાદ એક ‘સાણસા’ માં લઈ રહેલો ભાજપ રાજનીતિ કરવામાં માહિર છે. આ શબ્દો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશીથરૂરના તેઓએ ઈન્ડીયા ટુડે કોન્કલોવમાં સંબોધન કરતા સ્વીકાર્યુ કે ભાજપ એ માફીની માંગ કરી રહ્યા છે જે ગુન્હો રાહુલ ગાંધીએ કર્યો જ ન હતો. તેઓએ કહ્યું કે મારે એ સ્વીકારવું પડશે કે ભાજપ રાજનીતિમાં માહિર છે. તેઓએ કહ્યું કે રાહુલ ગાંધી માફી માંગશે નહી. જો રાજનીતિને લઈને કોઈ વાત કરવી હોય તો માફી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માંગવી જોઈએ. તેણે વિદેશી ધરતી પર સૌથી પ્રથમ આ પ્રકારની વાત કહી હતી.