હૈદ્રાબાદ તા.17
‘આરઆરઆર’ ફિલ્મમાં બેસ્ટ સોંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યા બાદ આજે હૈદ્રાબાદ ખાતે પહોંચેલા ફિલ્મના ડાયરેકટર રાજામૌલી, કમ્પોઝર એમ.એમ. કીરવાની, તેનો પુત્ર કાલ ભૈરવ સહિતની ટીમનું લોકોએ ચિચિયારીઓ પાડીને ઉષ્માભેર સ્વાગત કયુર્ં હતું.
ઓસ્કાર એવોર્ડ જીત્યા બાદ રાજામૌલી, એમ.એમ. કરવાની, કાલ ભૈરવ, એસ.એસ. કાર્તિકેય, તેમના પરિવારના સભ્યો આજે અમેરિકાથી પરત ફરી હૈદ્રાબાદ એરપોર્ટ પર આવ્યા હતા. ઓસ્કાર એવોર્ડ જીત્યા બાદ તેમની લોકો સાથે આ પ્રથમ જાહેરમાં મુલાકાત હતી. લોકોએ તેમની સિધ્ધીને ચિચિયારીઓ પાડી સીટી વગાડીને, તાલી પાડીને વધાવી હતી.
ઓસ્કાર વિનર ટીમની ઝલક મેળવવા ફેન્સે પડાપડી કરી હતી. કાલ ભૈરવે ઓસ્કાર એવોર્ડ સમારોહમાં લાઈવ પર્ફોર્મન્સ આપેલું, તેને યાદ કરતા કહ્યું હતું કે ઓસ્કાર એવોર્ડ સમારોહમાં પર્ફોર્મન્સ આપવું તે મારી શ્રેષ્ઠ ક્ષણો હતી. ઓસ્કોર એવોર્ડ સ્વીકારવાની એ ભૂલી ન શકાય તેવી ક્ષણો હતી.