મુંબઇ
સારાઅલી ખાન વિક્રાંત મેસી અને ચિત્રાંગદાસિંહ સ્ટારર ફિલ્મ ગેસલાઇટનું સસ્પેન્સ અને થ્રીલરથી ભર્યુ ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મને રમેશ તૌરાની ટિપ્સ ફિલ્મ્સ લીમીટેડ અને અક્ષય પુરીએ પ્રોડયુસ કરી છે જયારે ડાયરેકશન પવન કૃપલાણીનુ છે. પવને આ પહેલા રાગિની એમએમએસ, ભૂત પોલીસ, ફોબિયા જેવી ફિલ્મો બનાવી છે.
આ ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે કે, ચાલવામાં અસમર્થ સારા અલી ખાન મોટા મહેલામાં એન્ટ્રી કરે છે. આ તેના પિતાનો મહેલ છે. જયાં તે તેમના બોલવવા પર જાય છે, પરંતુ તેઓ લાપતા છે, બાદમાં સારાને મહેલમાં પડછાયો દેખાય છે, ત્યારબાદ તેને લાગે છે કે પપ્પાની સાથે કંઇક ખોટું થયું છે.
આ ફિલ્મમાં રાહુલ દવે, અને અક્ષય ઓબેરોય પણ અભિનય કરી રહયા છે. ગેસ લાઇટ 31 માર્ચે શુક્રવારે ઓટીટી પ્લેટફોર્મ ડીઝની પ્લસ હોટ સ્ટાર પર પ્રસારિત થશે. સારા અલીની અપ કમીંગ ફિલ્મોની વાત કરીએ તો તે આદિત્ય રાય કપુર અને અલી ફઝલ સાથે અનુરાગી બસુની ફિલ્મ મેટ્રોમાં નજરે પડશે. વિકકી કૌશલ સાથે ધી ઇમ્પોર્ટલ અશ્ર્વત્થામામાં કામ કરી રહી છે.