ભાજપના ત્રણ દિવસના અભ્યાસ વર્ગનો પ્રારંભ: CM જોડાયા

17 March 2023 03:58 PM
Gujarat Politics
  • ભાજપના ત્રણ દિવસના અભ્યાસ વર્ગનો પ્રારંભ: CM જોડાયા
  • ભાજપના ત્રણ દિવસના અભ્યાસ વર્ગનો પ્રારંભ: CM જોડાયા
  • ભાજપના ત્રણ દિવસના અભ્યાસ વર્ગનો પ્રારંભ: CM જોડાયા

► અલગ અલગ સંગઠનાત્મક વિષયો પર ચર્ચા-ચિંતન થશે

► પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાંજે પહોંચશે; પ્રદેશ સહપ્રભારી સુધીર ગુપ્તા- સંગઠન મહામંત્રી રત્નાકર ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ હાજર

રાજકોટ: ગુજરાતમાં આગામી લોકસભા ચુંટણી પુર્વે ફરી એક વખત પક્ષના સંગઠનને દોડતું કરવા ભાજપના ત્રણ દિવસના અભ્યાસવર્ગનો આજે સાસણગીરમાં પ્રારંભ થયો છે. વિશાલ ગ્રીન હુડસ રીસોર્ટ ખાતે આ અભ્યાસ વર્ગમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ પક્ષના રાષ્ટ્રીય સહપ્રભારી સુધીર ગુપ્તા સંગઠન મહામંત્રી રત્નાકર તથા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા હાજર છે

અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા અપેક્ષિત સાંસદો સાંજ સુધીમાં અભ્યાસ વર્ગમાં જોડાઈ જશે. ત્રણ દિવસના આ અભ્યાસ વર્ગનો આજે પ્રદેશ સહપ્રભારી સુધીર ગુપ્તા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રારંભ કર્યો હતો અને અલગ અલગ વિષયો પર હવે ચર્ચા અને ચિંતન શરુ થશે. રાજયભરમાં 150 અપેક્ષિતો આ અભ્યાસવર્ગમાં હાજર છે જેમાં જીલ્લા તથા મહાનગર પ્રમુખો, વિવિધ સેલના વડાઓ, સંગઠનના મહામંત્રીઓ સામેલ છે. મુખ્યમંત્રી બે દિવસ આ અભ્યાસ વર્ગમાં હાજરી આપશે. તેઓ કાલે જુનાગઢમાં પણ અનેક કાર્યક્રમમાં હાજરી આપનાર છે. જેમાં પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ પણ સામેલ થશે.


Related News

Advertisement
Advertisement
Advertisement