નવી દિલ્હી તા.17 : ભાજપે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પર આક્રમણ વધારી દીધું છે અને સંસદ બહાર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ રાહુલની માફીની માંગણી કરતા તેમણે દેશવિરોધી ટુલકીટના હિસ્સા તરીકે ગણાવ્યા હતા. તેમણે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ભારતની સ્વતંત્રતાના ઈતિહાસમાં મોટા મોટા સંકટ સમયે કોઈ ભારતીય નેતાએ વિદેશી તાકાતો સમક્ષ ભારત સરકાર સામે કાર્યવાહીની માંગણી કરી ન હતી. તેમણે એ પણ ઉમેર્યુ કે અમેરિકાના સોરોસ અને રાહુલ ગાંધીની ભાષા એક જ છે.