રાજકોટ તા.17 : શાપર પોલીસે જમીનમાં દાટી દીધેલી દારૂની 28 બોટલ શોધી કાઢી બે આરોપીઓની ધરપકડ કરી હતી. શાપર પોલીસના પીએસઆઈ એસ.જે.રાણાની રાહબરીમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે શાપરના પૂજા ટેકનોકાસ્ટ કારખાના પાછળ આવેલા વોકળાના કાંઠે ઓરડીમાં નજીક દારૂ દાટીને છુપાવી રાખેલ છે તેવી હકીકત મળતાં ત્યાં દરોડો પાડતા અહી રહેતા આરોપી સુંદરલાલ રજઈ કાશી નરેશ ઠાકુટીયા ઉ.વ.31 મૂળ મીરાપુર ઉતરપ્રદેશ) અને રોહીતકુમાર બેચુભાઈ યાદવ ઉ.વ.22 રહે.મૂળ અમરપુર જીબાંકા બિહારને દબોચી લીધા હતા. ઓરડી નજીક ખોદતા દારૂની રૂા.10,350 ની કિંમતની 28 બોટલો મળી આવતા ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.