રાજકોટ, તા.17 : જેલમાં અંડર ટ્રાયલ કેદીઓની સંખ્યા વધુ છે, બેલ મળવા જોઈએ તેવી દલીલો બાદ કોર્ટે 288 બોટલ દારૂના ગુનામાં પકડાયેલ આરોપીને જામીન મુક્ત કરવા હુકમ કર્યો હતો. બી ડીવીઝન પોલીસે વર્ષ ર0રરમાં ર88 બોટલ દારૂ ભરેલી મહિન્દ્રા એસયુવી કાર ઝડપી લીધી હતી. જેના ગુનામાં દારૂની સપ્લાય વિજય ઉર્ફે ગડો ઉમેશ સોલંકી (રહે. શ્રમજીવી સોસાયટી, ભાવનગર રોડ)નું નામ ખુલતા
તેની ધરપકડ બાદ રીમાન્ડ પૂર્ણ થતા કોર્ટ હવાલે કરેલા ત્યારબાદ આરોપીને જામીન અરજી કરતા તેના એડવોકેટ દ્વારા દલીલ કરાઇ હતી કે, હાલના આરોપી પાસેથી કોઇ મુદામાલ રીકવર કે ડીસ્કવર કરવામાં આવેલ નથી તેમજ હાલના આરોપીનું સીધી રીતે કાઇ સદર કેસમાં ઇન્વોલમેન્ટ છે નહીં તેમજ બનાવ સમયે આરોપી કોઇ સદર મુદામાલ સાથે પકડાયેલ હોય તેવું બનેલ નથી. હાલના આરોપીનો ગુનાહીત વડીઅદાલતના ચુકાદાઓને ધ્યાને લેતા જયારે આરોપીનો જામીન અરજી માટેનો જયારે સ્ટ્રોંગ પ્રાઇમાફેસી કેસ હોય
ત્યારે તેને જામીન આપવા જોઇએ અને હાલમાં જયારે કોર્ટમાં કેસો ભારણ વધારે હોય અને જેલમાં યુ.ટી.પી. આરોપીની સંખ્યા વધારે હોય જેનાથી એક પ્રકારે દબાણની પરિસ્થિતિ સર્જાય છે. જેને ધ્યાને લઇ જામીન ઉપર મુકત કરવા દલીલ કરેલ. ઉપરોકત દલીલોને ધ્યાને નામ. કોર્ટ આરોપી વિજય ઉર્ફે ગડો ઉમેશભાઇ સોલંકી રૂા.15000ના શરતી જામીન ઉપર મુકત કરેલ હતો. ઉપરોકત કામમાં આરોપીવતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અમીત એન. જનાણી, આઇ.ટી.થયૈયમ, ઉર્વી આચાર્ય તેમજ આસીસ્ટન્ટ તરીકે વૈદાંસી બગડા રોકાયેલ હતા.