ખોટું કરનાર કોઈને છોડાશે નહી: અદાણી મુદા પર મૌન તોડતા અમિત શાહ

18 March 2023 11:20 AM
India Politics
  • ખોટું કરનાર કોઈને છોડાશે નહી: અદાણી મુદા પર મૌન તોડતા અમિત શાહ

► તમારી સરકાર અંગે કોઈ ભ્રમમાં રહે નહી: ગૃહમંત્રી

નવી દિલ્હી: સંસદને ધમરોળી રહેલા અદાણી મુદે પ્રથમ વખત સંસદ બહાર બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ સંયુક્ત સંસદીય તપાસની માંગણી ફગાવતા કહ્યું કે જો કોઈએ ભુલ કરી હશે તો તેને માફ કરવામાં આવશે નહી. અમારી સરકાર આ મામલે અત્યંત મકકમ છે અને તે માટે કોઈએ ભ્રમમાં રહેવું જોઈએ નહી.

► સુપ્રીમ કોર્ટે તમામ સમીતી નિયુક્ત કરી છે; સેબી પણ તપાસ કરી રહી છે: ન્યાયીક પ્રક્રિયા પર ભરોસો રાખવા સૌને અપીલ

શ્રી શાહે જણાવ્યું કે સર્વોચ્ચ અદાલતે આ મામલામાં એક તપાસ કમીટીની રચના કરી છે અને લોકોએ ન્યાયીક પ્રક્રિયા પર ભરોસો રાખવો જોઈએ. છેલ્લા કેટલાક સમયથી ગાજી રહેલા અદાણી હીડનબર્ગ રીપોર્ટ પર સંસદમાં પણ જબરી ધમાલ છે અને કોંગ્રેસ સહિતના વિપક્ષો સંયુક્ત સંસદીય તપાસની માંગણી સાથે સંસદનું કામકાજ ખોરવી રહ્યા છે તે સમયે શ્રી શાહનું આ નિવેદન મહત્વનું છે. અમેરિકા સ્થિત હિડનબર્ગ-ફર્મ અદાણી ગ્રુપ પર અનેક પ્રકારના આરોપો લગાવ્યા બાદ શેરબજારથી સંસદ સુધી અદાણી મુદો છવાઈ ગયો છે.

► રાહુલને પણ જવાબ: કેટલાક મુદા રાજનીતિથી ઉપર હોય છે: ઈન્દીરાએ પણ વિદેશની ધરતી પર ઘરેલુ પોલીટીકલ સર્જાવાનો ઈન્કાર કર્યો હતો

જો કે અદાણી ગ્રુપે તેની સામેના આક્ષેપો ફગાવ્યા છે પણ વિપક્ષ તેમાં જેપીસીથી રાજકીય મુદો ઉઠાવી રહ્યો છે. શ્રી શાહે કહ્યું કે અદાણી નામ લીધા વગર કહ્યું કે જો કોઈ પાસે પુરાવા હોય તો તેણે સુપ્રીમ કોર્ટ કે તેની કમીટી સમક્ષ રજુ કરવા જોઈએ. જો કંઈ ખોટું થયું હશે તો કોઈને છોડવામાં આવશે નહી. પરંતુ દરેકે ન્યાયી પ્રક્રિયા પર ભરોસો રાખવો જોઈએ. શ્રી શાહે કહ્યું કે જો કોઈને એમ લાગે કે રીપોર્ટ યોગ્ય નથી તો તો કોઈએ પણ આ મુદો ઉઠાવીને જે ખોટુ હોય તે સામે લાવવું જોઈએ. સેબી અને સર્વોચ્ચ અદાલત બન્ને સમાંતર રીતે આ તપાસ કરે છે. સંસદમાં આ મુદો સર્જાયેલી સ્થિતિ પર શ્રી શાહે કહ્યું કે જો વિપક્ષ વાતચીત માટે આવતા હોય

► ઠપ્પ થયેલી સંસદ પર પ્રતિભાવ: વિપક્ષ બે ડગલા આગળ વધે તો સરકાર પણ વધશે: વાતચીતથી સંસદ ફરી શરૂ થઈ શકે

તો સંસદનો ગતિરોધ દૂર કરી શકાય છે. જો વિપક્ષ બે કદમ આગળ વધશે તો સરકાર પણ બે ડગલા આગળ વધશે. શ્રી શાહે કહ્યું કે કેટલાક મુદ્દાઓ રાજનીતિની ઉપર છે. તેઓએ રાહુલ ગાંધીના લંડન વિધાનો પર જવાબ આપતા કહ્યું કે પુર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ પણ વિદેશી જમીન પર ઘરેલુ રાજનીતિની ચર્ચા વિદેશી ધરતી પર કરવાનો ઈન્કાર કર્યો હતો. શ્રી શાહે કહ્યું કે બન્ને પક્ષોના વડાઓને સામસામા ખેચવા દઈએ ચર્ચા કરવા દઈએ તો વાતનો અર્થ નીકળશે. તમોએ બે કલમ આગળ આવવાની જરૂર છે જે બાદ સંસદ પણ ચાલવા લાગશે. ફકત પત્રકાર પરિષદ વાતોથી કોઈ અર્થ નીકળશે નહી.

Narendra Modi and Amit Shah are the big losers but will they learn their  lessons?
2024માં નરેન્દ્ર મોદી જ ત્રીજી વખત વડાપ્રધાન બનશે: શાહ
ભાજપને 2019માં મળેલી 303 બેઠકો કરતા વધું બેઠકો મળશે : અમારી સરકારના આગમન પછી કાશ્મીર-ઉતર પુર્વ-નકસલવાદની સમસ્યા લગભગ રહી નથી: સર્જીકલ સ્ટ્રાઈક બાદ કોઈ દેશ ભારત સામે આંખ ઉંચી કરી શકતું નથી
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહે જણાવ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણીમાં ફરી એનડીએ સતા પર આવશે અને ત્રીજી વખત નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનશે.

શ્રી શાહે વધુમાં કહ્યું કે 2019માં અમોને (ભાજપ)ને 303 બેઠકો મળશે અને હવે 2024માં અમોને 303થી વધુ બેઠકો મળશે. શ્રી શાહે કહ્યું કે મે સમગ્ર દેશનો પ્રવાસ કર્યા છે અને તેના આધારે હું વાત કહી રહ્યું છે. તેઓએ જો કે બીજા જ શ્વાસે કહ્યું કે દેશના નવા વડાપ્રધાન કોણ હશે તે દેશની જનતા જ નિશ્ર્ચિત કરે છે અને અમોને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે. તેઓએ જણાવ્યું કે મોદી સરકારના આગમન બાદ દેશની મુખ્ય ત્રણ સમસ્યા કાશ્મીર-ઉતરપુર્વ અને નકસલવાદની ચિંતા હળવી થશે અને સર્જીકલ સ્ટ્રાઈક પછી કોઈ દેશ ભારત સામે આંખ ઉંચી કરી શકે તેમ નથી.

વિપક્ષો પરના બે સિવાયના તમામ કેસો UPA સમયના: તે સમયે ભ્રષ્ટાચાર દબાવી દેવાયો હતો
કોંગ્રેસ-રાજદ સહિતના પક્ષોને અરીસો ધરતા ગૃહમંત્રી : રૂા.12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો: કોંગ્રેસ પાસે અમારા કરતા સારા વકિલો; અદાલતમાં આરોપોનો મુકાબલો કરે
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહે તેમના સંબોધનમાં વિપક્ષી નેતાઓ પરથી ઈડી તથા અન્ય કેન્દ્રીય એજન્સીઓ પરની કાર્યવાહી પર પ્રતિભાવ આપતા કહ્યું કે તમામ એજન્સીઓ પાસે જે મામલા નોંધાયા છે તેમાં મોટાભાગના યુપીએ સરકાર સમયના છે.

તપાસ એજન્સી પણ અદાલતથી ઉપર નથી તેની નોટીસને પણ તમો અદાલતમાં પડકારી શકો છો પણ ફકત અદાલત બહાર બચડા પાડવાથી કશું થશે નહી. જો કોઈની સામે ભ્રષ્ટાચારની ફરીયાદ હોય તો તેની તપાસ થવી જોઈએ. ફકત બે મામલા અમારી સરકારના સમયના છે. બાકી કોંગ્રેસના નેતૃત્વથી સરકારના દ્વારા દાખલ થયા છે. શ્રી શાહે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષે ભ્રષ્ટાચારના કેસો દબાવવની કોશીશ કરી હતી. યુપીએના 10 વર્ષના શાસનમાં રૂા.12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો. તો તે સરકારે સ્થિતિ શાંતિ કરવા ફકત કેસ દાખલ કરાવી દીધા હતા. જો કોઈ મની લોન્ડ્રીંગના કેસ હોય તો તેની ઈડી તપાસ કરી શકે છે પણ તેની સામે અદાલતમાં જતા કોણ રોકે છે. તેઓએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે તેની પાસે અમારા કરતા વધુ સારા વકીલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement