♦ ઈન્ટરનેટ પર ડેટા ગાયબ થતાં પહેલા વાયરસ વિશેષજ્ઞોની ટીમે સંશોધનને ડાઉનલોડ કરી લીધુ હતું જેમાં એવો ખુલાસો થયો હતો કે કોરોના મહામારી વુહાનમાં ગેરકાયદે વેચાતા શિયાળ જેવા દેખાતા રેકુન શ્વાનથી શરૂ થઈ હતી, કોરોના આ શ્વાનથી જ માણસમાં સંક્રમિત થયો હતો: હટાવાયેલા ડેટા ત્રણ વર્ષ પહેલા પણ ચીન જાહેર કરી શકયું હોત: ટ્રેડોસ
બીજીંગ (ચીન) તા.18
આખા વિશ્વમાં તબાહી મચાવનાર અને લાખો લોકોના જીવ લેનાર કોરોના વાયરસનો ઉદભવ ચીનના વુહાનમાંથી થયો હતો.જેમાં ચીન સતત ઈન્કાર કરતુ આવ્યું છે. આ મામલે ચીને ડબલ્યુએચઓને પણ ખુલાસો નથી કર્યો. દરમ્યાન કોરોના વાયરસની શરૂઆત ચીનમાં ગેરકાયદે વેચાતા રેફુન શ્વાસથી શરૂ થયાનું અને તે મનુષ્યમાં સંક્રમીત થયાનો ખુલાસો થયો હતો ત્યારે ચીને કોરોનાને લઈને ડેટા ઈન્ટરનેટ પર જાહેર કર્યા બાદ હટાવી લેતા ડબલ્યુએચઓએ આ મામલે ચીનને સવાલ ઉઠાવ્યો છે કે આમ કેમ કર્યું?
ઈન્ટરનેટ પરથી ડેટા ગાયબ થતા પહેલા વાયરસ વિશેષજ્ઞોની એક આંતર રાષ્ટ્રીય ટીમે સંશોધનને ડાઉનલોડ કરી હતી અને વિશ્લેષણ શરૂ કર્યુ હતું. ટીમે ખુલાસો કર્યો હતો કે આ ડેટાથી એ ખબર પડે છે કે મહામારી ગેરકાયદે વેચાતા રેફુન શ્વાનોથી શરૂ થાય છે.ત્યારબાદ શ્વાનોએ વુહાન હુઆનાન સી ફૂડ હોલસેલ માર્કેટમાં માણસમાં સંક્રમિત કર્યા હતા.સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)એ કોરોના વાયરસની ઉત્પતીમાં ખુલાસો કરનાર વૈજ્ઞાનિક અનુસંધાનને રોકવા માટે ચીની અધિકારીઓને ફટકાર લગાવી હતી.
ડબલ્યુએચઓએ શૂક્રવારે ચીની અધિકારીઓ પાસે ત્રણ વર્ષ પહેલાના ડેટાના ખુલાસો નહિં કરવાના કારણોના બારામાં પૂછયુ હતું અને કહ્યું હતુંકે જાન્યુઆરીમાં ડેટા ઓનલાઈન-પ્રકાશીત થયા બાદ તેને ફરી કામ હટાવી લેવામાં આવ્યા. વાયરસ વિશેષજ્ઞોની એક આંતર રાષ્ટ્રીય ટીમ અંતિમ પરીણામ સુધી નહોતી પહોંચી શકી કારણ કે જયારે વિશેષજ્ઞોએ પોતાના ચીની સમકક્ષો સાથે વિશ્લેષણ પર સહયોગની ઓફર કરી તો અનુક્રમોને વૈજ્ઞાનિક ડેટા બેઝમાંથી હટાવી દેવામાં આવેલી.
ડબલ્યુએચઓના મહા નિર્દેશક ડો.ટેડ્રોસ ગ્રેબેયેસસે કહ્યું હતું કે આ આંકડા ત્રણ વર્ષ પહેલા જાહેર કરી શકાયા હોત અને શેર કરી શકાય હોત અને કરવા પણ જોઈતા હતા. તેમણે જણાવ્યું હતું કે લાપતા પુરાવાઓને હવે આંતર રાષ્ટ્રીય સમુદાય સમક્ષ જાહેર કરવાની જરૂરત છે;.
આંકડાની સમીક્ષા કરી રહેલી વિશેષજ્ઞ ટીમનાં અનુસાર સંશોધનરૂપી એ બાબતના પુરાવા મળ્યા છે કે કોરોના વાયરસ ફેલાવવા માટે શિયાળ જેવા દેખાતા જાનવર રેકુન શ્વાન વુહાનની બજારમાં તે સ્થળે ડીએનએ છોડી ગયા હતા. જયાં નવા કોરોના વાયરસના પણ ડીએનએ મળ્યા હતા. કેટલાંક વિશેષજ્ઞો અનુસાર એ સંશોધનથી ખબર પડે છે કે જાનવર સંક્રમીત હોઈ શકે છે અને મનુષ્યોમાં વાયરસ ફેલાવી શકે છે.
મીડીયા રીપોર્ટ મુજબ 2020 ની શરૂઆતમાં વુહાનની બજારમાં જાનવરોનાં પીંજરા, ગાડીઓ અને અન્ય સપાટીના સ્વેબ (લાળ)થી મોટી માત્રામાં આનુવાંશીકતાની જાણકારી લેવામાં આવી હતી આનુવંશીક ડેટા વાયરસ વિશેષજ્ઞો વચ્ચે બેચેનીનું કારણ બન્યો હતો. કારણ કે તેને એક વર્ષ પહેલા ચીની વૈજ્ઞાનિકો તરફથી જાહેર એક સંશોધન પત્રમાં તેના બારામાં ખબર પડી હતી.