અમદાવાદ, તા. 18
ગુજરાત હાઇકોર્ટે 55 વર્ષીય ફ્રીલાન્સ ફોટોગ્રાફર પરના દુષ્કર્મના આરોપમાં તેને જામીન આપ્યા હતા. હાઇકોર્ટ સમક્ષએ દલીલ કરવામાં આવી હતી કે જેના પર દુષ્કર્મનો આરોપ છે તે ત્રણ વખત પુરૂષત્વ અંગેની પોલીસ તપાસમાં તેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. પ્રશાંત ધાનક નામના વ્યકિત પર 27 વર્ષની એક મહિલાએ દુષ્કર્મનો આરોપ મુકયો હતો.
ગત વર્ષે ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનમાં તેની સામે થયેલી ફરિયાદ બાદ ધાનકનો પુરૂષત્વ ટેસ્ટ ત્રણ વખત કરવામાં આવ્યો હતો અને તેની સામે 23 ડિસેમ્બરની ફરિયાદ બાદ જયુડીશ્યલ કસ્ટડીમાં હતો અને તેની જામીન અરજી નકારાયા બાદ તેને હાઇકોર્ટમાં અરજી કરી હતી. કહેવાતા આરોપીના ધારાશાસ્ત્રીએ અદાલત સમક્ષ જણાવ્યું હતું કે દુષ્કર્મની ફરિયાદ એવા વ્યકિત પર નોંધવામાં આવી છે કે જે પોતે નપુંસક છે અને તેથી જ તેને લગ્ન પણ કર્યા નથી.
પોલીસ તપાસ દરમ્યાન ત્રણ વખત પુરૂષત્વ અંગે ટેસ્ટ કરાયો હતો પરંતુ તેમાં તે નેગેટીવ આવ્યો હતો. આ ઉપરાંત જે મહિલાએ તેના પર બળાત્કારનો આરોપ મુકયો હતો તેની પાસે તેને માંગણી કરી હતી તે નહીં સ્વીકારતા તેને આ પ્રકારની ફરિયાદ નોંધાવી છે.
અદાલત સમક્ષ પુરૂષત્વ ટેસ્ટ અંગેની માહિતી પણ રજૂ કરી હતી જેમાં તેને 10 મીનીટ સુધી વાયબ્રેટર સાથે રાખવામાં આવ્યો હતો અને બાદ ડોપલર અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ પણ થયો હતો પરંતુ એક પણ વખત તે ઉત્થાન કરી શકયો ન હતો અને પોલીસ પણ તેના વીર્યના પુરાવા પણ એકત્ર કરી શકી ન હતી.
અદાલત સમક્ષ એ પણ જણાવ્યું કે, આ વ્યકિતએ ખુદે પોતાની શારીરિક અક્ષમતાના કારણે લગ્ન પણ કર્યા નથી બાદમાં જસ્ટીસ સમીર દવેએ કહેવાતા આરોપીને 10 હજારના પર્સનલ બોન્ડ પર મુકત કર્યો હતો એ પણ નિરીક્ષણ વ્યકત કર્યુ હતું કે પ્રથમ દ્રષ્ટિએ બદઇરાદે આ પ્રકારની દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે.