રાજકોટ તા.18 : કોડીનારના શેઢાયા ગામે રહેતા રામભાઈ લાખાભાઈ સરવૈયા (ઉ.વ.55)નું ગતરોજ બાઈક સ્લીપ થતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજયું હતું. પ્રાપ્ત વિગત અનુસાર મૃતક રામભાઈને સંતાનમાં ત્રણ પુત્ર-બે પુત્રી છે. ગત રોજ તેઓ બપોરે 11 વાગ્યાના સુમારે શેઢાયા ગામથી વિઠલપુર ગામ સાસરે તેની પુત્રીના ઘરે ઓટો મારવા જતા હતા ત્યારે શેઢાયા ગામ પાસે બાઈક સ્લીપ થતા માથામાં
અને શરીરે ગંભીર ઈજા થતા સારવારમાં પ્રથમ કોડીનાર અને બાદમાં રાજકોટ સીવીલ હોસ્પીટલે ખસેડાયા હતા. જયાં તેનું ટુંકી સારવારમાં મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે કોડીનાર પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડયો હતો. વધુમાં મૃતક ખેતી કામ કરતા અને એક ભાઈ ત્રણ બહેનમાં બીજા નંબરના હતા. બનાવથી પરીવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.