રાજકોટ,તા.18 : ગોંડલ પંથકની એક સગીરાને તેનો પિતરાઈ ભાઈ લગ્નની લાલચે ભગાડી ગયા બાદ તેઓ 20 દિવસ પૂર્વે જ જામનગરથી પકડાયા હતા.આ બનાવો અંગે અગાઉ ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીને જેલમાં ધકેલી દીધો હતો.ત્યારે ગઈકાલે સગીરાના પેટમાં દુખાવો ઉપાડતા તેણીને જનાના હોસ્પિટલે ખસેડાઈ હતી.ત્યાં તબીબે જોઈ તપાસી સગીરાને બે માસનો ગર્ભ હોવાનું માલુમ પડ્યું હતું.
બનાવની વધુ વિગતો મુજબ, સગીરાના પરિવારજનો ના જણાવ્યા મુજબ પરિવારજનો ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાનું ચલાવે છે.સગીરાને ત્રણ મહિના પહેલા તેમનો પિતરાઈ ભાઈ પવન બાલુ પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી લઈ ગયો હતો.તે બનાવવામાં સગીરાના પરિવારજનો એ ગોંડલ પોલીસ મથકમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવમાં પોલીસે તપાસ કરતા 20 દિવસ પહેલા સગીરા અને પવનનું લોકેશન જામનગર મળી આવતા તેણીને જામનગર થી ગોંડલ લઈ આવવામાં આવ્યા હતા અને સગીરાના મેડિકલ તપાસમાં જાણવા મળ્યું હતું કે તેની પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે.જેથી પવન વિરુદ્ધ દુષ્કર્મ અને પોકસો ની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ બનાવ બાદ પવનને જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સગીરાને ગઇકલે પેટમાં દુખાવો ઉપડતા તેણીને બે માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું.તેણીને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલના ઝનાના વોર્ડમાં ખસેડવામાં આવી છે.