ગોંડલના આંબરડીમાં માનસીક બિમારીથી પીડાતી ધો.11ની વિદ્યાર્થીનીનો આપઘાત

18 March 2023 12:08 PM
Gondal
  • ગોંડલના આંબરડીમાં માનસીક બિમારીથી પીડાતી ધો.11ની વિદ્યાર્થીનીનો આપઘાત

એકની એક દિકરીએ ગળેફાંસો ખાઈ અંતિમ પગલું ભરી લેતા પરિવાર પર આભ તુટી પડયું

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા.18 : ગોંડલ તાલુકાના આંબરડી ગામે રહેતી માનસિક બીમારીથી પીડાતી સગીરાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. સગીરાના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતો.પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના આંબરડી ગામે રહેતી અને ધો.11 માં અભ્યાસ કરતી પુજા રવજીભાઈ પરમાર (ઉ.વ.17) નામની સગીરાએ સવારે પોતાના ઘરે પંખાના હુંકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. સગીરા માનસિક બીમારીથી પીડાતી હતી અને તેની સારવાર જામનગર સિવિલ હોસ્પિટલમાં ચાલતી હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું. સગીરાના પિતા છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરિવારમાં એક ની એક દીકરીએ ગળાફાંસો ખાઈ લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બનાવ ને લઈ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


Advertisement
Advertisement
Advertisement