નવી દિલ્હી તા.18
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, ગુજરાત સહીતના સાત રાજયોમાં પીએમ મિત્ર મેગા ટેકસટાઈલ પાર્કસની સ્થાપના કરવામાં આવશે અને તેનાથી આ રાજયોમાં ભારે રોકાણ આવશે અને લાખો રોજગારીનું સર્જન થશે. આ રાજયોમાં ગુજરાત, ઉપરાંત તામીલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉતર પ્રદેશનો સમાવેશ થાય છે.
મોદીએ ટવીટ કર્યું હતું કે ‘પીમ મિત્ર મેગા’ટેકસટાઈલ પાર્કસ ટેકસટાઈલ સેકટરને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર પુરૂ પાડશે. કરોડોનું રોકાણ આકર્ષશે અને લાખો રોજગારીનું સર્જન કરશે.તે મેક ઈન ઈન્ડીયા અને મેક ફોર ધ વર્લ્ડનું ઉતમ ઉદાહરણ હશે.
તેમણે ઉમેર્યું હતું કે પીએમ મિત્ર મેગા ટેકસટાઈલ પાર્ક 5-જી (ફાર્મ ટુ ફાઈબર ટુ ફેકટરી ટુ ફેશન ટુ ફોરેન)ને અનુરૂપ ટેકસટાઈલ સેકટરને ઉતેજન આપશે. ટેકસટાઈલ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ પાર્કથી રૂા.70,000 કરોડનું રોકાણ આવશે. 20 લાખ લોકોને રોજગારી મળશે અને નિકાસને વેગ મળશે.
આ અંગે બિન સતાવાર રીતે સુરત પાસે આ મેગા ટેકસટાઈલ પાર્ક સ્થપાનારી તૈયારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફાઈવ-5 પ્રોજેકટ હેઠળ અગાઉ રાજકોટ નજીક ટેકસટાઈલ કે તેવા પાર્કનું આયોજન હતું પણ હવે તે સુરતમાં સ્થપાશે. અને સૌરાષ્ટ્રમાં જે કપાસ ઉગે છે તેના માટેની કોઈ યોજના હવે નજીકનાં ભવિષ્યમાં થશે નહિં.