ઉપલેટાના નાગવદરમાં મામલતદાર કચેરીની ટીમ પર હુમલાના બનાવમાં ચાર શખ્સો બે દિ’ના રિમાન્ડ પર

18 March 2023 12:11 PM
Dhoraji
  • ઉપલેટાના નાગવદરમાં મામલતદાર કચેરીની ટીમ પર હુમલાના બનાવમાં ચાર શખ્સો બે દિ’ના રિમાન્ડ પર

ભાયાવદરમાં પટેલ વૃદ્ધાનો ઝેરી દવા પીને આપઘાત

(કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટા,તા.18 : ઉપલેટા તાલુકાના નાગવદર ગામની સીમમાં વેણુ નદીમાંથી ચોરીની તપાસમાં ગયેલી મામલતદાર કચેરીની ટીમ ઉપર ખનીજ ચોર એ હુમલો કરી કર્મચારી ટી. એસ નાયક ને ફડાકો જીકેલ હતો અને રવિ બેલા નું ટીશર્ટ ફાડી નાખેલ હતું આ અંગેની ફરિયાદ ઉપલેટા પોલીસમાં મામલતદાર મહેશભાઈ ધનવાણીએ ફરજ રૂકાવટ ફરિયાદ કરેલ હતી

જેના આરોપીઓ નાગવદર ગામની સીમમાં સંતાયા હોવાની બાતમીના આધારે પોલીસે સંજય ભુપત ભીટ. ભીમા મારખી ભીટ. સાગર મસુરી ભીટ , પરેશ અરજણ ભીટ રે નાગવદર વાળા ની પી.આઈ. કે. કે જાડેજા એ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસની રિમાઇન્ડ ઉપર મંજૂર કરેલ છે

પટેલ વૃદ્ધનો આપઘાત
ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે રહેતી પટેલ મંજુલાબેન દામજીભાઈ ફળદુ ઉંમર વર્ષ 74 વાડી તેના ઘરે ઝેરી દવા પીઈને આપઘાત કરતા મોત થયેલ છે પોલીસ તપાસમાં બહાર આવેલ મુજબ મરનાર મહિલા એકલ વાયુ જીવન કંટાળીને આ પગલું ભરેલ હોવાની બહાર આવેલ છે વધુ તપાસ ઔ ભાયાવદર પોલીસ જમાદાર પી કે રાવતે હાથ ધરેલ છે.


Advertisement
Advertisement
Advertisement