જસદણ પંથકના ઉદ્યોગપતિ અંબાજી માતાજી મંદિરના દર્શન કરી ધન્ય થયા

18 March 2023 12:27 PM
Jasdan
  • જસદણ પંથકના ઉદ્યોગપતિ અંબાજી માતાજી મંદિરના દર્શન કરી ધન્ય થયા

જસદણ તાલુકાના ગઢડીયા ગામે ગીરીરાજ કોટેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક અને દાનવીર જગત જનની ગાત્રાળ અંબાજી માતાજી ઉપર આપાર શ્રદ્ધા ધરાવતા મૂળ જસદણના ભંગડા ગામના અને હાલ સરધાર રહેતા મહાવીરભાઈ રાવતુભાઈ વાળા એ જસદણ શહેરના બાયપાસ રોડ ઉપર આવેલ ચોહલીયા પાર્કમાં બિરાજમાન જગતજનની અંબાજી માતાના દર્શન કરવા પોતાની વોલ્વો ગાડી ઉભી રાખીને ઉઘાડા પગે ચાલીને દંડવત પ્રણામ કરી ધન્યતા અનુભવી હતી. આ સમયે રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ભીખાભાઈ રોકડ તેમજ જસદણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને યાર્ડના પૂર્વ ડિરેક્ટર નરેશભાઈ ચોહલીયા, હર્ષદભાઈ ચૌહાણ દિનેશભાઈ ચોહલીયા યુવા ભાજપ અગ્રણી સાવનભાઈ વેકરીયા વિરાજભાઇ વેકરીયા સહિતના આગેવાનો સાથે રહ્યા હતા.(તસ્વીર : નરેશ ચોહલીયા-જસદણ)


Advertisement
Advertisement
Advertisement