જસદણ પાલિકામાં લાંબા સમય બાદ ચીફ ઓફિસરની નિમણુંક: વિકાસને વેગ મળશે

18 March 2023 12:28 PM
Jasdan
  • જસદણ પાલિકામાં લાંબા સમય બાદ ચીફ ઓફિસરની નિમણુંક: વિકાસને વેગ મળશે

(નરેશ ચોહલીયા) જસદણ તા.18 : જસદણ નગરપાલીકામાં લાંબા સમયથી ઇન્ચાર્જ ચીફ ઓફીસરથી ગાડુ ગબડાવાતુ હતું. પણ સરકારે કાયમી ધોરણે ચીફ ઓફીસરની આખરે નિમણુંક કરતા પ્રજાજનોમાં હવે એક નવી આશાનો સંચાર થયો છે. હાલ તો જસદણ નગરપાલીકામાં ભાજપની બોડીની 5 વર્ષની સમય મર્યાદા પુર્ણ થતા વહીવટદારનું શાસન છે. એમાંય ઘણા સમયથી ચીફ ઓફીસર ઇન્ચાર્જ હોય

તેથી અમુક કાર્યો થઇ શકતા નહોતા. ત્યારે સરકારે ખેડા જીલ્લાના કણજરી નગરપાલીકામાં ફરજ બજાવતા રાજુભાઇ શેખને જસદણ નગરપાલીકામાં ચીફ ઓફીસર તરીકે નિમણુંક કરતા જસદણના આગેવાનો ધીરૂભાઇ ભાયાણી, હિરેનભાઈ સાકરીયા નરેશભાઈ ચોહલીયા, દીપુભાઈ ગીડા દુર્ગેશભાઈ કુબાવત દીપકભાઈ રવિયા બીજલભાઇ ભેસજાળીયા પ્રવીણભાઈ ઘોડકીયા, યશવંતભાઈ ઢોલરીયા કેતનભાઇ લાડોલા સોનલબેન વસાણી જે,પી, રાઠોડ રાજુભાઈ ધાધલ ચંદ્રકાન્તભાઇ કચ્છી નિમેષભાઇ શુકલ સહિતના આગેવાનોએ આવકારીને જણાવ્યું કે,

નવા ચીફ ઓફીસર પાસેથી નાગરીકોને ઘણી આશા છે તે આવનારા સમયમાં પુર્ણ કરે તે આજના સમયની માંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જસદણ નગરપાલીકામાં અગાઉ એક ચીફ ઓફીસરની જસદણ નિમણુંક કરવામાં આવી હતી પણ ગેરરીતીના મામલે તેઓ જસદણ પાલીકામાં ચાર્જ સંભાળે તે પુર્વે ડીસમીસ થઇ ગયા હતા.


Advertisement
Advertisement
Advertisement