ગોંડલના શેમળાના કારખાનાની ઓરડીમાં શ્રમિક યુવાનનો આપઘાત

18 March 2023 12:31 PM
Gondal
  • ગોંડલના શેમળાના કારખાનાની ઓરડીમાં શ્રમિક યુવાનનો આપઘાત

તું મને આમ અધવચ્ચે મૂકીને જતી રહી? મોબાઇલમાં સ્ટેટસ મૂકયા બાદ ગળે ફાંસો ખાઇ અંતિમ પગલું

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.18 : ગોંડલ તાલુકાના શેમળા ગામમાં આવેલા કારખાનામાં કામ કરતા યુવાને કારખાનામાં આવેલી ઓરડીના પંખામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. આ મૃતક યુવાનના મૃતદેહને પી.એમ માટે નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો . પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના શેમળા ગામમાં આવેલ કોપર જેમ્સ નામના કારખાનામાં કામ કરતા 28 વર્ષીય યુવાન મુકેશભાઈ જામાભાઈ પંચાલે કારખાનાની ઓરડીમાં ગળે ફાંસો ખાઇ લીધો હતો. મૃતક યુવાન અપરણિત હતો પરિવારમાં માતા પિતા અને 4 ભાઈઓ છે મૃતક યુવાન કારખાનામાં છૂટક મજૂરી કામ કરતો હતો. આઠ દિવસ પહેલા પોતાના વતનમાં ગયો હતો

ત્યારબાદ મોબાઈલમાં દુ:ખ ભરી લાગણીના સ્ટેટ્સ મુકતો હતો. યુવાને ગળાફાંસો ખાતા પહેલા પણ પોતાના મોબાઈલમાં ઉદાસીનું સ્ટેટ્સ મૂક્યું હતું જેમાં લખ્યું હતું કે હું દર વખતે એજ વિચારું છું કે મારો તો શું વાંક હતો કે તું મને આમ અધવચ્ચે મૂકીને વઈ ગઈ...! સ્ટેટ્સ મૂકયા બાદ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


Advertisement
Advertisement
Advertisement