બોટાદમાં નાગલપર દરવાજા પાસે અકસ્માત સર્જાતા આધેડનું મોત

18 March 2023 12:33 PM
Botad
  • બોટાદમાં નાગલપર દરવાજા પાસે અકસ્માત સર્જાતા આધેડનું મોત
  • બોટાદમાં નાગલપર દરવાજા પાસે અકસ્માત સર્જાતા આધેડનું મોત

(રીમલ બગડીયા) બોટાદ તા.18
બોટાદમાં ટ્રાફીક સમસ્યા અને બેફામ વાહનોથી પ્રજાને પારાવાર મુશ્કેરી થઈ રહી છે. ગઈકાલે બોટાદના નાગલપર દરવાજા પાસે ભગવાનપરા સ્કુલની બાજુમાં રોડ પર અકસ્માત સર્જાયો હતો એક આધેડનું કરૂણ મોત નિપજયું હતું. ગઈકાલે શુક્રવાર હોય નાગલપર દરવાજા પાસે શુક્રવારી ભરાય છે અને ભારે ભીડ રહેતી હોય છે ત્યારે રોડ પરથી પસાર થતા વાહન ટ્રાફીકને નિયંત્રીત કરવા માટે પોઈન્ટ ફાળવવામાં આવેલ છે. પરંતુ જીજે 12 વી 6119 નંબરના કચ્છ પાસીંગના ટ્રકે બોટાદના રહેવાસી પ્રજાપતિ જ્ઞાતિના આધેડને કચડી નાખવા ભારે ભીડ સર્જાઈ હતી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી લોકોની ભીડને નિયંત્રીત કરવા અને વાહનોની અવર જવર સુલભ કરવા પ્રયત્નમાં લાગી ગઈ હતી. હાલ તો ખટારો ડીટેઈન કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Advertisement
Advertisement
Advertisement