ગોંડલમાં મહા રક્તદાન કેમ્પ, ધ્યાન મંદિરનું અનાવરણ, પાદુકા પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા

18 March 2023 12:35 PM
Gondal
  • ગોંડલમાં મહા રક્તદાન કેમ્પ, ધ્યાન મંદિરનું અનાવરણ,  પાદુકા પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા

પૂ.હરિચણદાસજી મહારાજની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે

ગોંડલ, તા.18
માનવસેવા એજ પ્રભુ સેવા ની જ્યોત પ્રગટાવી સતત પ્રજ્વલિત રાખનાર ગુરૂૂદેવશ્રી હરિચરણદાસજી મહારાજની પ્રથમ પુણ્યતિથિ એ મહા રક્તદાન કેમ્પ, ધ્યાન મંદિર નું અનાવરણ, રામ ચરિત માણસ પાઠ, સંત ભોજન - ભંડારા સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને રામ નવમી ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. આજે રામ અર્ચના પૂજન. સવારે 10 કલાકે ગુરૂદેવશ્રી હરિચરણદાસજી મહારાજ ના ધ્યાન મંદિર નું અનાવરણ અને પાદુકા પૂજન ગોંડલ ના યુવરાજ કુમાર શ્રી જ્યોતિર્મયસિંહજી ઓફ ગોંડલ (હવા મહેલ) દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ સવારે 10 થી 4 મહા રક્તદાન કેમ્પ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે યોજાશે.

આ તકે વીરપુર જલારામ મંદિર ના ગાદીપતિ પ.પૂ. રઘુરામબાપા, પ.પૂ. રાઘવાચાર્યજી મહારાજ (રેવાસા પીઠાધીશ), પ.પૂ. શ્રી ડો. રામેશ્વેરદાસજી મહારાજ (ઋષિકેશ) પ.પૂ. ઘનશ્યામજી મહારાજ (ભુવનેશ્ર્વરી પીઠ, ગોંડલ) પણ ઉપસ્થિત રહેશે. જેમાં સાધુ સંતો, બ્રહ્મ ભોજન - અને સમવિષ્ટ ભંડારો યોજાશે જેમાં મોટી સંખ્યામાં ગુરુભાઈઓ બહેનો ઉપસ્થિત રહેવા રામજી મંદિરના મહંતશ્રી જયરામદાસજી બાપુ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.


Advertisement
Advertisement
Advertisement