ગાંધીધામમાં ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો: કાર્યવાહી

18 March 2023 12:38 PM
kutch
  • ગાંધીધામમાં ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો: કાર્યવાહી

(ગની કુંભાર દ્વારા) ભચાઉ તા.18 : પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથાલીયા સરહદી રેન્જ-ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા દ્વારા મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે જરૂરી સૂચન આપેલ હોઈ તેમજ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ- અંજાર માર્ગદશન હેઠળ પોલીસ ઈન્સ્પેકટર એમ.ડી.ચૌધરીની સુચનાથી મિલકત સંબંધી ગુના કામે સંડોવાયેલ આરોપીને પકડવા તથા મિલકત સંબંધી ગુના અટકાવવા સારૂ જરૂરી પેટ્રોલીંગ રાખવા જણાવેલ હોઈ મળેલ બાતમી હકીકત આધારે ગાંધીધામ બી ડીવીઝન, પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 119930 07230038/2023 ઈપીકો કલમ 380, 454 મુજબના ગુના કામે મીઠી રોહર ગામ મધ્યે ફરિયાદીના રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી થયેલ હતી તે ગુના કામે ચોરીમાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.પકડાયેલ આરોપીનું નામ અક્રમ સીદ્દીક બુટ્ટા (ઉ.વ.22, રહે. એકતાનગર, કિડાણા, તા.ગાંધીગ્રામ) છે.


Advertisement
Advertisement
Advertisement