જસદણ, ઉપલેટા, મોટી પાનેલીમાં વર્લી ફીચરના આંકડા પર જુગાર રમતા 4 પકડાયા

18 March 2023 12:42 PM
Jasdan
  • જસદણ, ઉપલેટા, મોટી પાનેલીમાં વર્લી ફીચરના આંકડા પર જુગાર રમતા 4 પકડાયા

સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે ગ્રામ્ય પંથકમાં ચાલતા વર્લીના હાટડા પર ધોંસ બોલાવી

રાજકોટ તા.18
જસદણ, ઉપલેટા, મોટીપાનેલી ચાલતા વરલી ફીચરના જુગારના હાટડા પર સ્થાનીક પોલીસ અને રૂરલ એલસીબીની ટીમે ધોંસ બોલાવી ચાર શખ્સોને દબોચી લીધા હતા.
દરોડાની વિગત મુજબ રૂરલ એલસીબીના હેડ કોન્સ્ટેબલ અનિલ ગુજરાતી ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે જસદણના નવા બસસ્ટેન્ડ પાસે જાહેર શૌચાલયની સામે વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતા અજીત દેવશી રાઘવાણી (ઉ.39) (રહે. મફતીયાપરા, જસદણ)ને દબોચી રૂા.690ની રોકડ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં ઉપલેટાના કોળીવાસમાં બાપા સીતારામના ઓટલા પાસે જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતો વિજય ચીમન સોલંકી (ઉ.37)ને દબોચી રૂા.1130ની રોકડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જયારે ભાયાવદર પોલીસ મથકના કોન્સ્ટેબલ યાસિતમીયા બુખારી સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે મોટી પાનેલી ગામે શાક માર્કેટ વાળી શેરીમાં ઓટા પર બેસી વરલી ફીચરનો જુગાર રમતો ચંદુ છગન ગોહેલ (ઉ.60) (રહે. મોટી પાનેલી)ને દબોચી રૂા.230 કબ્જે કર્યો હતો તેમજ રૂરલ એલસીબીના હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ જાડેજાએ મોટી પાનેલીના ખારચીયા રોડ પર વેલનાથ પાનની દુકાન પાસે વરલીનો જુગાર રમતો અલ્પેશ હરસુખ ઓઢવીયા (ઉ.34) (રહે. મોટી પાનેલી)ને દબોચી રૂા.1020ની રોકડ કબ્જે કરી હતી.


Advertisement
Advertisement
Advertisement