રાજકોટ,તા.18
એક તરફ રાજયમાં હવામાનમાં બદલાવ સાથે તાવ, શરદી, ઉધરસ, જેવા રોગચાળાના કેસો વધી રહ્યા છે. તેની સાથોસાથ રાજયમાં ફરી કોરોનાનાં કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં નવા 121 પોઝિટીવ કેસ સામે 35 દર્દીઓ સ્વસ્થ થયા છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 49, રાજકોટમાં 19, સુરતમાં 15, મહેસાણામાં 11, સાબરકાંઠામાં 6, વડોદરામાં 4, ભાવનગર-વલસાડમાં 3, બનાસકાંઠા-ભરૂચ-ગાંધીનગર સુરેન્દ્રનગરમાં 2, દોહાદ-નવસારી-પોરબંદરમાં 1 કેસ નોંધાયો છે.રાજયમાં કુલ 3 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જયારે 518 દર્દીઓ સ્ટેબલ છે રાજયનો કુલ મૃત્યુઆંક 11047 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 12,78,399 પર પહોંચ્યો છે.