(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.18 : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક યુનિટમાં લેબર કવાર્ટરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં દાઝી ગયેલા ત્રણ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે અને આ યુવાનો જે રૂમમાં રહેતા હતા તેમાં મચ્છર માટેનો સ્પ્રે કરવામાં આવ્યો હતો બાદમાં ગેસ ચાલુ કરવામાં આવતા રૂમની અંદર આગ લાગી હતી અને જેમાં આ ત્રણ યુવાન દાજી જતાં સારવારમાં ખસેડાયા છે અને એક મજૂરે બીજા મળેથી નીચે કૂદકો મારતા તેને ઇજા થતાં સારવારમાં લઈને આવ્યા છે.
લખધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રો પોલો સીરામીક યુનિટના સ્ટાફ કવાર્ટરમાં રહેતા બિરજુ વિશ્વાસ (25), સરોજ કમલ સંગા (25) અને પુરોનજીત પૂરના પલોઈ (26) નામના ત્રણ મજૂરો કવાર્ટરમાં હતા અને ત્યાં આગ લગતા દાઝી જવાથી તેને સારવાર માટે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રસોઈ બનાવતા સમયે આકસ્મિક રીતે રૂમમાં આગ લાગતા હાથે પગે
અને શરીરને દાઝી ગયેલ હાલતમાં ત્રણેયને સારવારમાં ખસેડાયા આવ્યા છે આ બનાવ તપાસ તાલુકા પોલીસ મથકના જે.પી. વસિયાણી દ્વારા કરવામાં આવી હતી જેથી તેની સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, લેબર કવાર્ટરમાં વધુ મજૂરો સાથે રહેતા હોય છે અને મજૂરો રૂમમાં મચ્છર મારવા માટે મચ્છર મારવાનો સ્પ્રે વપરાતા હોય છે આવી જ રીતે આ લોકોના રૂમમાં મચ્છર મારવાનો સ્પ્રે માર્યા બાદ રૂમ બંધ હતો અને બાદમાં નાઈટ શિફ્ટ કરીને આવેલા અન્ય મજૂરે રૂમ ખોલીને રસોઈ બનાવવા ગેસનો ચૂલો ચાલુ કરતા રૂમની અંદર આગ લાગી હતી ત્રણેયને આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.
અકસ્માતમાં ઇજા
માળિયા મીયાણાથી આગળ સૂરજબારી અને સામખયારી વચ્ચે ટોલનાકા નજીક વાહન અકસ્માતમાં ઇજા થતાં જઈ રહેલ ઇમ્તિયાઝ નિસારઅહેમદ સંઘવાણી (18) અને મહંમદ હનીફભાઇ ભટ્ટી (25) રહે. બંને માળિયા મીયાણા વાળાઓને ઈજા પહોંચી હતી આ બંને યુવાન મોટરસાયકલ લઈને સુરજબારી અને સામખયારી વચ્ચેથી જતા હતા ત્યારે ટોલનાકા પાસે તેઓને અકસ્માતના બનાવવામાં ઇજાઓ પહોંચતા બંનેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. આગળ જતાં બાઈકના ચાલકે બ્રેક કરતાં પાછળ આવી રહેલ આ યુવાનોએ તેના બાઇકને બ્રેક કરી હતી જેથી બાઇક સ્લીપ થઈ જતાં ત બંને યુવાનને ઇજા થયેલ છે.