ટંકારાના સરૈયા નજીક ડમ્પરની સાઈડ કાપવા જતાં બસ સાથે બાઇક અથડાતાં દંપતિને ઈજા

18 March 2023 12:55 PM
Morbi
  • ટંકારાના સરૈયા નજીક ડમ્પરની સાઈડ કાપવા જતાં બસ સાથે બાઇક અથડાતાં દંપતિને ઈજા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી,તા.18 : ટંકારાની લતીપર ચોકડીથી સરૈયા ગામ તરફ આવેલ પેટ્રોલ પંપ નજીક ડમ્પરનો ઓવરટેક કરવા જતા સામેથી આવતી એસટી બસ સાથે ડબલ સવારી બાઇક અથડાયું હતું જેથી કરીને દંપતિને ઈજા થતાં તેને સારવારમાં ખસેડાયેલ છે અને હાલમાં એસટી બસમાં ચાલકે બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ભુજના નાના થરાવડા ગામના રહેવાસી અને એસટી ડ્રાઇવર મયુરભાઈ લક્ષ્મણભાઈ મરંડ જાતે આહિર (34) એ બાઈક નં જીજે 3 બીકયું 4047 ના ચાલક બાબુભાઈ રાજાભાઈ ચાવડા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ટંકારાના લતીપર રોડ ઉપર સરૈયા ગામથી આગળ આવેલ ધરતી પેટ્રોલ પંપ પાસે બાઈક ચાલક ડમ્પરની સાઈડ કાપવા જતા સામેથી આવતી એસટી બસ નં જીજે 18 ઝેડ 6805 ની ખાલી સાઈડમાં બાઈક અથડાયું હતું જેથી કરીને બાઇક ચાલક તથા તેના પત્નીને ઈજા થઈ હતી માટે તેને સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં એસટી બસના ચાલકે બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે


Advertisement
Advertisement
Advertisement