જુનાગઢ તા.18 : બાંટવાના કોળી શખ્સને દવાખાનાના કામે નાણાની જરૂરીયાત હોય તે માટે બાંટવાના શખ્સ પાસેથી ઉંચા વ્યાજે રૂા.50 હજાર લઈ તેના રૂા.30 હજાર ભરી દીધા બાદ વધુ વ્યાજ અને મુદલની માંગણી કરી ઝાપટો મારી ગાડી ઝુંટવી લેવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી છે. બાંટવા ભીમનાથ રોડ મોટા ઝાંપાની અંદર રહેતા રમણીકભાઈ એભાભાઈ વાડોલીયા (કોળી) ઉ.40ને દવાખાના કામ માટે રૂપિયાની જરૂરત પડતા બાંટવા તળાવ દરવાજા વિસ્તારમાં રહેતો સીંધી કિશોર ઉર્ફે ભોલુ ખુલચંદ પાસેથી ગત તા.17-3-23 રૂા.50,000 વ્યાજે લીધેલ તે રકમના રૂા.30 હજાર વ્યાજ સહિત વસુલ કરેલ બાદ ફરીયાદી રમણીક પાસે પૈસા ન હોવાથી મુળ રકમ આપી દેવાનું કહેતા આરોપી કિશોર ઉર્ફે ભોલુ સીંધીને વ્યાજ સહિત મુદલની માંગણી કરતા વધુ સમયની માંગ કરી હતી. અને ઉશ્કેરાઈ જઈ ગાલ ઉપર થપ્પડો મારી અને ગાડી ઝુંટવી લેવાની ધમકી આપી હતી જેની બાંટવા પોલીસે તપાસ હાથ ધરી છે.