જુનાગઢ તા.18 : મુળ નવસારી જીલ્લાના તળાવ કાતે રહેતા હાલ માંગરોળ બંદરે રહેતા અને સિધ્ધાર્થભાઈ ચામુંડીયાની બોટમાં માછીમારીનું કામ કરતા મનગભાઈ જીણાભાઈ (ઉ.45)ને વહેલી સવારે પગ લફસી જતા મનગભાઈ જીણાભાઈ હડપતિ (ઉ.40) દરીયામાં પડી જતા ટંડેલ નરેશભાઈ કેશવ સહિતનાઓએ તાત્કાલીક દરીયામાં જાળ નાખી મનગભાઈને બહાર કાઢી લઈ સરકારી હોસ્પિટલમાં લઈ જતા જયાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા. મરીન પોલીસે તપાસ હાથ ધરી છે.
ગળે ફાંસો
જુનાગઢ લીરબાઈ માતાજીના મંદિર પાસે રહેતા દિલીપભાઈ રાણાભાઈ ઓડેદરા (ઉ.32)ને માનસીક બીમારીથી કંટાળી જઈ ગળે ફાંસો કાઈ લેતા મોત નીપજયું હતું.
આપઘાત
જુનાગઢ પ્રદીપ ટોકીઝ બોર્ડીંગવાસ ખાતે રહેતા અજય બાવનજીભાઈ સોલંકી (ઉ.60)એ કોઈ કારણોસર ઝેરી દવા પી જતા મોત નોંધાયું હતું. એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.