જૂનાગઢ,તા.18 : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતેનીતિ આયોગના સભ્ય શ્રી રમેશચંદનું ટકાઉ ખેતિ વિષય વ્યાખ્યાન યોજાયું હતું. સાથે પ્રશ્નોત્તરીના દરમિયાન કૃષિ વિકાસના સંદર્ભમાંસાર્થક ચર્ચામાં કરવામાં આવી હતી. નીતિ આયોગના સભ્ય પ્રોફેસર રમેશ ચંદ તથા નીતિ આયોગના કૃષિ ક્ષેત્રના સિનિયર સલાહકાર નીલમબેન પટેલે કૃષિ યુનિવર્સિટીના વિવિધ વિદ્યા શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. તેમણે હાલ કૃષિ ક્ષેત્રે નીતિ આયોગની કામગીરી, કૃષિ ક્ષેત્રે નીતિ આયોગ કઈ રીતે કામગીરી કરે છે અને ભવિષ્યમાં કૃષિ ક્ષેત્રને વધારે સમૃદ્ધ બનાવવા અને ગુણવત્તા યુક્ત બનાવવાના પર વિચારો રજૂ કર્યા હતા.