અમરેલી ખાતે અલવિદા તનાવ શિબિર યોજાઇ

18 March 2023 01:10 PM
Amreli
  • અમરેલી ખાતે અલવિદા તનાવ શિબિર યોજાઇ

અમરેલી ખાતે અલવિદા તનાવનાં પ માં દિવસે 108 દિપ પ્રજવન કરી હજારોની મેદનીએ શંખનાદ સાથે ભવ્ય પરિવર્તન ઉત્સવ ઉજવયો અનેક ધાર્મિક સંસ્થાનાં આગેવાનો, કંપનીઓનાં ચેરમેનઓ, અનેક કલબનાં પ્રમુખો, સંતો, મહાનુભાવોનાં વરદ હસ્તે 108 દિપ પ્રજજવલન કરી સુખી જીવન જીવવા માટે ભવ્ય પરિવર્તન ઉત્સવની ઉજવણી સાથે બ્ર.કુ. પુનમબેને જણાવેલે કે સુખી થવું કોને ન ગમે, સુખ શાંતિમય જીવનની શોધમાં આપણે ચારે તરફ ભાગદોડ કરી રહયા છીએ ત્યારે જેવા સંકલ્પો કરીએ તેવા વિચારો આવે છે.

તનાવમાં રહીએ, વધારે વિચારવા લાગીએ ત્યારે ક્રોધ, દર્દ નિરાશાના વિચારોથી આપણી અંદર બેન છે તે બ્લોક થઈ જાય છે. ડોકટરો પણ કરે છે કે બ્રેનનો કેન્દ્ર બિંદુ બ્લોક થવાથી ઘણી બધી શારિરિક બિમારી અને માનસીક બિમારી થાય છે. માનસીક બિમારી માટે લોકો દવા ખાય છે. દવાથી બ્લોકે જ નહી ખુલે પણ જેમ જેમ પોઝીટીવ વિચાર અનુભવ સાથે લખીશું જેમ કે ભમે ઈસ સૃષ્ટિ રૂપી રંગમંચ પર એક મહાન કલાકાર હું જેવા વિચારોથી બ્રેનને પોઝીટીવ એનર્જી મળશે. ત્યારે કેન્દ્ર બિંદુ ખુલશે તો અનેક પ્રકારની માનસીક અને શારીરિક બિમારીથી 100 ટકા મુકતી મળશે. આજે ચાર હજારથી વધારે લોકોએ લાભ લીધેલ.


Advertisement
Advertisement
Advertisement