વેરાવળની ભીડિયા કન્યાશાળામાં માસિક ધર્મની સમસ્યા નિવારણ અંગે સેમીનાર યોજાયો

18 March 2023 01:11 PM
Veraval
  • વેરાવળની ભીડિયા કન્યાશાળામાં માસિક ધર્મની સમસ્યા નિવારણ અંગે સેમીનાર યોજાયો

વેરાવળ,તા.18 : વેરાવળ-પાટણ સંયુક્ત નગર પાલિકાના વોર્ડ નં. 4 ભીડિયામાં આવેલ સરકારી ક્ધયાશાળામાં છોકરીઓ માટે માસિક ધર્મની સમસ્યા તેમજ માન્યતાઓ વિષય પર સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનાં મુખ્ય વક્તા આદિત્ય બિરલા હોસ્પિટલનાં ખ્યાતનામ ગાયનેક સર્જન ડો. ફોરમ પારેખ (એમ. ડી.) દ્વારા બહેનોની માસિક ધર્મની સમસ્યા તેમજ માન્યતાઓ અંગે સચોટ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ માસિક ધર્મની સમસ્યાના નિવારણ માટેના ઉપાય અંગે વિસ્તૃત જાણકારી આપવાની સાથે માસિક ધર્મ સાથે જોડાયેલ ઘણી ગેરમાન્યતાઓ અને અંધશ્રધ્ધા દૂર કરવા માટેના ઉપયોગી સમજણ આપવામાં આવી હતી. જેમાં વોર્ડ નં. 4 ના ચંદ્રિકાબેન સિકોતરીયા, અર્બન હેલ્થ સેન્ટરનાં મેડિકલ ઓફિસર ડો.પિનલ અને શાળાની અંદાજીત 300 છોકરીઓ સહભાગી થઇ હતી. (તસ્વીર - મીલન ઠકરાર વેરાવળ )


Advertisement
Advertisement
Advertisement