રાજુલા,તા.18 : માતા અને બાળ મરણ ઘટાડવા,રસીકરણ કામગીરીને વેગ આપવા,સ્વચ્છતા જાળવવા,પોષણ સ્તર સુધારવા,રોગચાળો ના થાય તે માટેના પગલા લેવા તેમજ ગ્રામજનોને આરોગ્ય વિષયક પ્રોગ્રામની માહિતી મળી રહે તેવા વિવિધ ઉદેશો સાથે તાલુકા હેલ્થ કચેરી રાજુલા દ્વારા ગાયત્રી મંદિર ખાતે ગ્રામ સંજીવની સમિતિના સભ્યોના ઓરીએન્ટેશન વર્કશોપનુ આયોજન કરવામા આવેલ.ગ્રામ સંજીવની સમિતિની મિટીગ દર મહિને આશા બહેન દ્વારા કરી ગામને આરોગ્યની દ્રષ્ટિએ સમૃદ્ધ કરવા માટેના પ્રયત્નો કરવામા આવતા હોય છે અને સમિતિને ફાળવેલ દસ હજાર રૂપિયાના ફંડમાથી જરૂરિયાત પ્રમાણેનો ખર્ચ કરવા માટે નિભાવવાના થતા જરૂરી રજીસ્ટરો સમિતિ વાઈઝ આપી તાલુકા હેલ્થ ઓફિસર ડો.એન.વી.કલસરીયા દ્વારા સમિતિ વિશે વિસ્તૃત માહિતી આપી આરોગ્યની સેવાઓ સુદૃઢ કરવા પર ભાર મુકવામા આવેલ.