રાજુલા,તા.18 : ગુજરાત કોટની મંજુરી લઈને અમરેલી જિલ્લા એસ પી હિમકરસિંહના માર્ગદર્શન સલાહ સુચન હેઠળકુલ છ પોલિસ સ્ટેશન ના વિભાગીય પોલીસ અધિકારી એચ બી વોરા અને નશાબંધી આબકારી વિભાગ ના અઘિકારી ની હાજરી માં અને તાલુકાના પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કુલદીપસિંહ વાળા ના અધ્યક્ષ સ્થાને મામલતદાર સંદીપ જાદવ અને જાફરાબાદ મામલતદાર અને તેનો સ્ટાફ ની અને રાજુલા જાફરાબાદ ડુંગર નાગેશ્રી પિપાવાવ મરીન જાફરાબાદ મરીન પોલીસ ના પી આઈ પી એસ આઈ ની હાજરી મા આ 1947 દારૂ ની વિવિઘ બ્રાન્ડ ની ભરેલી બોટલ ને જમીન પર રાખી તેના પર જે સી બી અને રોડ રોલર ફેરવી ને નાશ કરવાામા આવ્યો હતો.