ઉના,તા.18 : ઊનાના સામતેર ગામે બપોર બાદ એસ.બી.આઇ. બેન્કની મુલાકાત સંજવાપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.ણ 6 થી 8 ના બાળકો લીધી હતી. તેમાં બેંકના બ્રાન્ચ મેનેજરએ બાળકોને ખાતા કઈ રીતે ખોલવા, ખાતાનું ફોર્મ કઈ રીતે ભરવું, લોન કઈ રીતે મેળવી, કેટલા પ્રકારની લોન મળે છે. આ તમામ બાબતની છાત્રોને માહિતીથી વાકેફ કર્યા હતા. જેમાં મુલાકાત લેના 30 બાળકોને બેંક મેનેજર તરફથી બોલપેન ભેટ સ્વરૂપે પણ આપવામાં આવી હતી. આમ બેંકના સ્ટાફ દ્વારા છાત્રોને બેંકની માહીતી આપવામાં આવતા ખુશી પ્રસરી ગયેલ હતી.