દહેગામથી રાજકોટ જતી બસમાં મહિલાના અગત્યના ડોકયુમેન્ટ ગુમ થતાં બસને સાયલા પો.સ્ટેશને લઇ જવાઇ

18 March 2023 01:45 PM
Surendaranagar
  • દહેગામથી રાજકોટ જતી બસમાં મહિલાના અગત્યના ડોકયુમેન્ટ ગુમ થતાં બસને સાયલા પો.સ્ટેશને લઇ જવાઇ

(ફારૂક ચૌહાણ)વઢવાણ, તા. 18 : દહેગામ રાજકોટ જતી બસમાંથી એક મહિલાના પર્સમાંથી 3,500 રૂપિયા રોકડા સહિતની વસ્તુઓ ચાલુ બસમાંથી ચોરી થતાં એસટી બસને સાયલા પોલીસ સ્ટેશનને લાવવામાં આવી હતી.પાલડીથી રાજકોટ જવા માટે કોકીલાબેન સોલંકી દહેગામ રાજકોટની બસમાં સવાર હતા. તેઓ લીંબડી પાસે એક હોટેલે પહોંચતા તેમને ખબર પડી કે પર્સમાંથી 3,500 રૂપિયા રોકડા તેમજ આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ તેમજ અન્ય બેંકોના બે એટીએમ સહિતની વસ્તુઓ ગુમ થઈ છે જેથી તેઓ રડવા લાગ્યા અને કંડક્ટરને આ બાબતની જાણ કરી હતી. કંડકટર દ્વારા એ બસને સાયલા પોલીસ મથકે લાવવામાં આવી ત્યાં તમામ પેસેન્જરના સામાન ચીજ વસ્તુઓને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અંતે મહિલા દ્વારા જણાવવામાં આવેલ રૂપિયા સહિતની કોઈપણ વસ્તુઓ ન મળી આવતા બસને જવા દેવામાં આવી હતી.


Advertisement
Advertisement
Advertisement